અમદાવાદ- ગુજરાત આજે બળબળતા તાપમાં શેકાયું છે. છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ક્રમશઃ ઊંચો જઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ આગામી 24 કલાક સીવીયર હીટવેવ રહેશે. આજે ગુરુવારે ઈડર 43.4 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું. ગુજરાતના અગ્રણી શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાઈને 41 ડિગ્રીની ઉપર જતો રહ્યો હતો.સુરેન્દ્રનગરમાં ગરમી 42.8 ડિગ્રી, કચ્છના નલીયામાં 42.5 ડિગ્રી, ડીસામાં તાપમાન 42.4 ડિગ્રી અને કંડલામાં 42.6 ડિગ્રી નોંધાયું હતું. અન્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદ 41 ડિગ્રી, ગાંધીનગર 41.4 ડિગ્રી, વડોદરા 40.5 ડિગ્રી, રાજકોટ 41.6 ડિગ્રી, ભૂજ 41.6 ડિગ્રીમાં શેકાયા હતા.
ગુજરાતમાં મહત્તમ તાપમાનનો પારો વધવાની સાથે લઘુત્તમ તાપમાન પણ વધ્યું હતું. જેથી ગરમી પ્રમાણમાં વધુ અનુભવવા મળી હતી. રોડ-રસ્તા ઊંચા તાપમાનને કારણે લૂ ફેંકતા હતા.