ગુજરાત હાઈકોર્ટે સત્ય-નિષ્ઠાથી કામ કર્યું :PM મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ શનિવારે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાત હાઈ કોર્ટની ડાયમંડ જ્યુબિલીના કાર્યક્રમનો સંબોધિત કર્યો હતો. આ કાર્યક્રમમાં વડા પ્રધાન મોદી, રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધિશો પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીએ હાઇકોર્ટના સન્માનમાં એક સ્મારક ટપાલની ટિકિટ પણ જારી કરી હતી. આ પ્રસંગે વડા પ્રધાને કહ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટે સત્ય અને ન્યાય માટે જે ફરજ અને નિષ્ઠાથી કામ કર્યું છે, એનાથી ન્યાય –વ્યવસ્થાને મજબૂત કરી છે.

વડા પ્રધાન મોદીએ આ પ્રસંગે જે સંબોધન કર્યું હતું, એના મુખ્ય મુદ્દા નીચે મુજબ હતા.

  • હાઈકોર્ટ પ્રતિ સામાન્ય નાગરિકના મનમાં આત્મવિશ્વાસ વધ્યો છે, સત્ય બાજુ ઊભા રહેવાની તેને શક્તિ આપી છે.
  • ડિજિટલ ઇન્ડિયા મિશન આપણી ન્યાય પ્રણાલીને ખૂબ જ ઝડપથી આધુનિક બનાવી રહ્યું છે. આજે દેશમાં 18 હજારથી વધુ અદાલતોનું કોમ્પ્યુટરાઇઝ્ડ છે. સુપ્રીમ કોર્ટે વિડિયો કોન્ફરન્સિંગ અને ટેલિકોનફરન્સિંગ દ્વારા કાનૂની પરિષદો મેળવ્યા પછી જ તમામ અદાલતોમાં ઇ-પ્રોસેસિંગમાં વધારો થયો છે. આપણી સુપ્રીમ કોર્ટ આજે દુનિયામાં વિડીયો કોન્ફરન્સ દ્વારા સૌથી સુનાવણી કરનારી સુપ્રીમ કોર્ટ બની છે.
  • ગુજરાત હાઇકોર્ટની અવિસ્મરણીય યાત્રાની સ્મૃતિમાં એક પોસ્ટની ટિકિટ જારી કરવામાં આવી છે, એ માટે હું ન્યાય જગત સાથે સંકળાયેલા તમામ મહાનુભાવો અને રાજ્યની જનતાને શુભકામનાઓ આપું છું.
  • ભારતીય સમાજમાં રૂલ ઓફ લો, સદીઓથી સભ્યતા અને સામાજિક તાણાવાણાનો આધાર રહ્યો છે. આપણાં ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે ન્યાયમૂલં સુરાજ્યં સ્યાત્ –એટલે કે સુરાજ્યના મૂળમાં ન્યાય છે.
  • જ્યારે પણ દેશ મુશ્કેલ સમયમાં મુકાયો છે, ત્યારે દેશની કોર્યોએ બંધારણનાં મૂલ્યોની રક્ષા કરી છે.
  • કોર્ટોએ હંમેશાં રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખ્યું છે.

 

ગુજરાત હાઇકોર્ટની સ્થાપના 1 મે, 1960એ કરવામાં આવી હતી. એ વખતે ગુજરાત મુંબઈ રાજ્યથી અલગ થઈને એક નવું રાજ્ય બન્યું હતું.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]