ફી વધારા અને ફેકલ્ટી ન હોવા સંદર્ભે ગુજરાત હાઇકોર્ટનો શકવર્તી ચૂકાદો

અમદાવાદ- ફી વધારા અને ફેકલ્ટી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે આજે એક કેસમાં ચૂકાદો આપ્યો છે કે એકવાર સંસ્થામાં એડમિશન લઇ લીધાં પછી ફી રાઇઝ મુદ્દે કે સંસ્થામાં ફેકલ્ટી ન હોવાના મુદ્દે વિરોધ કરી શકાય નહીં. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સટી-જીએફએસયુ સામે તેના બે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી એક અરજીના સંદર્ભે હાઇકોર્ટે આમ ચૂકાદો આપ્યો હતો. આ બંને વિદ્યાર્થી સાયબર સીક્યૂરિટી અને ઇન્સિડન્ટ રીસ્પોન્સમાં એમટેક કરી રહ્યાં છે. તેમણે જાન્યુઆરીમાં આ અરજી કરી હતી.આ બંને વિદ્યાર્થીઓએ ફી નિયમન સમિતિ દ્વારા ફી નક્કી કરવામાં ન આવી હોવાને કારણે GFSUના ફી માળખામાં સુધારણાની માગ કરી હતી.સાથે જ સંસ્થામાં નિષ્ણાત ફેકલ્ટી સભ્યોની બિનઉપલબ્ધતા અને વર્ગખંડમાં અભ્યાસકાર્યના અભાવનો મુદ્દો પણ દર્શાવ્યો હતો.આ અરજી પર ચૂકાદો આપતાં હાઇકોર્ટે જણાવ્યું હતું કે, “અરજદારે સ્વેચ્છાએ સંસ્થા માટે અરજી કરી હતી અને સંસ્થામાં પ્રવેશ મેળવ્યો હતો. તેઓ અભ્યાસક્રમોમાંથી પસાર થઈ ગયાં છે અને હવે ફી માળખું અથવા ફી સુધારવા માટેની પદ્ધતિ પર સવાલ ઉઠાવવાની મંજૂરી નહીં આપી શકાય.