રાહુલની યંગબ્રિગેડઃ ગહેલોત ગયાં, ગુજરાત પ્રભારી બન્યાં રાજીવ સાતવ

અમદાવાદ– ગુજરાત કોંગ્રેસમાં વિરોધપક્ષના નેતા પદે યુવા નેતા પરેશ ધાનાણી અને ત્યાર પછી પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદે યુવા નેતા અમિત ચાવડા અને હવે ગુજરાત કોંગ્રેસ પ્રભારી તરીકે રાજીવ સાતવની નિમણૂક જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ લોકસભા 2019ની તૈયારીના ભાગરૂપે સ્પષ્ટ સંદેશ આપ્યો છે, કે તેઓ ગુજરાતમાં નેતાગીરીમાં ફેરફાર કરવા માગી રહ્યાં છે, યુવા બ્રિગેડ તૈયાર કરવાની દિશામાં તેઓ કામ કરી રહ્યાં છેહાલના ગુજરાતના પ્રભારી રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગહેલોત હાલ રાજસ્થાનનાના રાજકારણમાં ફરીથી સક્રિય થયા છે. રાજસ્થાનમાં પણ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, તેમજ લોકસભા 2019માં અશોક ગહેલોતનો રોલ મોટો હોઈ શકે છે.

આ સાથે થયેલી એક મહત્ત્વની જાહેરાતમાં લાલજી દેસાઇને કોંગ્રેસના રાષ્ટ્રીય સેવા દળના અધ્યક્ષ બનાવાયાં છે.

રાજીવ સાતવ માટે ગુજરાત નવું નથી કારણ કે તેઓ સૌરાષ્ટ્રના સહપ્રભારી છે.ઉપરાંત મહારાષ્ટ્રના યુવા સાંસદ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિપરીત પરિસ્થિતીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં કોંગ્રેસે ખૂબ જ સરસ પ્રદર્શન કર્યું હતું. ત્યારથી ગુજરાત કોંગ્રેસમાં સહપ્રભારી રાજીવ સાતવને મહત્વનું નામ ગણવામાં આવી રહ્યું હતું. તેમને ગુજરાત પ્રદેશના પ્રભારીનો રોલ સોંપી દેવામાં આવ્યો છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]