અમદાવાદ- એમબીબીએસમાં પ્રવેશ મેળવવા માંગતા દિવ્યાંગ વિદ્યાર્થીઓના મામલે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચૂકાદો આવ્યો છે. જેમાં હાઈકોર્ટે જણાવ્યું છે કે મેડિકલમાં પ્રવેશ મેળવવા માંગતા દિવ્યાંગ વિદ્યાર્થીઓની સ્યૂટેબિલિટીના આધાર ઉપર જ તેમને પ્રવેશ આપી શકાય. હાઈકોર્ટ એ પણ ઠરાવ્યું છે કે વિદ્યાર્થીની suitability નક્કી કરવા અને તેની પર નિર્ણય લેવા તંત્ર પાસે અધિકાર છે. હાઈકોર્ટે નોંધ્યું હતું કે “માત્ર સારા માર્ક અથવા મેરીટમાં હોવાથી મેડિકલ જેવા પ્રોફેશનમાં જવા માટેના પ્રવેશનો માર્ગ ખુલ્લો થતો નથી…. ડિસેબિલિટી કયા પ્રકારની અને કેટલી છે તેને જોઈને વિદ્યાર્થીને પ્રવેશ આપવા અંગે નિર્ણય લેવાનો તંત્રને અધિકાર છે”
આ સાથે મેડિકલમાં પ્રવેશ મેળવવા અંગે દિવ્યાંગ વિદ્યાર્થીઓએ કરેલી અરજીને કોર્ટે ફગાવી દીધી હતી.