ગુજરાતઃ ચૂંટણી પૂર્વે ઉમેદવારોનો ઇતિહાસ જોવા ક્લિક કરો…

અમદાવાદઃ ગુજરાત ઇલેક્શન વોચ, એ.ડી.આર, દ્વારા પહેલા ફેસની ચૂંટણીના 977 એફિડેવિટમાંથી 923 નું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચની વેબસાઇટ પરથી  એડ઼ીઆર એ લીધેલી વિગતોમાં ટેકનીકલ ખામીના કારણે 54 જેટલાં એફિડેવીટ મળ્યા નથી. જે ડેટા મળ્યો એ એ઼ડીઆર દ્વારા રજૂ કરાયો હતો.

આ વિશ્લેષણમાં કુલ 923 ઉમેવારોમાંથી 137 ઉમેદવારોએ જાહેર કરવામાં આવ્યા છે કે એમની સામે ફોજદારી કેસ દાખલ થયા છે. જેમાં 78 ગંભીર ગુના ધરાવતા ઉમેદવાર છે જેમના ઉપર ખૂન, અપહરણ, મહિલાઓ સામેના ગુના દાખલ થયા છે.

વિધાનસભાની ચૂંટણીના આ યાદીમાં 198 જેટલા કરોડપતિ ઉમેદવારો છે. જેમાં ઉમેદવારો 2.16 કરોડ જેટલી કિંમતની એવરેજ મિલકતો ઉમેદવારો ધરાવે છે. 923 પૈકી 127 ઉમેદવારોએ તેમના પાનકાર્ડની વિગતો જાહેર કરવામાં આવી નથી.

તો અહીંયા સૌથી રસપ્રદ વાત એ છે કે 923 ઉમેદવારોમાંથી  580 ઉમેદવારો 5 થી 12 ધોરણ સુધીની જ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. 217 ઉમેદવારો સ્નાતક કે થી વધારે અભ્યાસ ધરાવે છે. જ્યારે 76 અક્ષરજ્ઞાન ધરાવે છે અને 17 નિરક્ષર છે.

ત્યારે અહીંયા સ્પષ્ટ થાય કે છે કે હજુય મોટા પ્રમાણમાં ઉચ્ચ શિક્ષિત ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા નથી. પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્વે ગુજરાત ઇલેક્શન વોચ વતી ઉમેદવારો ની જુદી જુદી બાબતોની માહિતી પક્તિબેન જોગે આપી હતી. (અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ)