છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 313 કેસ: 249 અમદાવાદના

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસે રીતસરનો હાહાકાર મચાવ્યો છે. દિવસેને દિવસે કેસો સતત વધતા જઈ રહ્યા છે. આગામી 3 મેના રોજ વડાપ્રધાન મોદી દ્વારા જાહેર કરવામાં આવેલા બીજા લોકડાઉનની અવધી પૂર્ણ થઈ રહી છે. ચર્ચા એવી પણ છે કે રાજ્ય સરકાર દ્વારા 3 મે બાદ અમૂક છૂટ આપવામાં આવી શકે છે. પરંતુ સ્થિતિ ખેરેખર ચિંતાજનક બની રહી છે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાને નાથવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને તંત્ર પણ ખડેપગે છે પરંતુ સતત વધી રહેલા કેસો ચિંતામાં વધારો કરી રહ્યા છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 313 કેસ નોંધાયા છે અને 17 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતો લોકોનીની સંખ્યા 4395 પર પહોંચી ગઈ છે. નવા 313 કેસોમાંથી 249 કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા છે. વડોદરામાં 19, સુરતમાં 13 અને ગાંધીનગર જિલ્લામાં 13 કેસ નોંધાયા છે. આણંદમાં-3, અરવલ્લીમાં-1, ભાવનગરમાં-4, દાહોદમાં-1, ગાંધીનગરમાં-10, મહેસાણામાં-3, સુરતમાં-13, વડોદરામાં-13 કેસ નોંધાયા છે.

નવા 313 કેસની સાથે ગુજરાતમાં કોરોના પીડિતોની સંખ્યા 4395 પર પહોંચી ગઈ છે. અમદાવાદમાં સૌથી વધુ 3026 કેસ નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં 614, વડોદરામાં 289, આણંદમાં 74, ગાંધીનગરમાં 48, રાજકોટમાં 58 અને ભાવનગરમાં 47 કેસ નોંધાયા છે.

અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને વેપારીઓ ગુજરાતમાં ફસાયા છે તે લોકો માટે ગુજરાતના 8 સિનિયર આઇએએસ અને 8 આઇપીએસ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. અલગ-અલગ રાજ્ય માટે અલગ-અલગ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. જે તે રાજ્યના વહીવટી તંત્ર સાથે જરૂરી સંકલન કરીને ગુજરાતમાં ફસાયેલા વેપારી, વિદ્યાર્થીઓ, તીર્થ યાત્રીઓ તથા અન્ય લોકોને ફસાયેલા લોકોને મદદ કરશે.