રાજ્યમાં કોરોનાના નવા 540 કેસઃ અમદાવાદમાં સૌથી વધુ 312

ગાંધીનગરઃ રાજ્યમાં લોકડાઉન બાદ અત્યારે અનલોકનો તબક્કો ચાલી રહ્યો છે. અનલોકના આ તબક્કામાં રાજ્યમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. અનલોકના આ સમયમાં ધંધા રોજગાર શરુ થઈ ગયા છે. જો કે, કેટલીક વાર એવી પણ વિગતો સામે આવી છે કે, લોકો કારણ વગર ઘરની બહાર નિકળતા હોય છે પરંતુ સમજવાની જરુર છે કે કોરોના વાયરસ હજી ખતમ થયો નથી. એટલે સાવચેતી તો દરેક વ્યક્તિએ ચોક્કસપણે રાખવી જ જોઈએ. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 540 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે 27 દર્દીના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 312 કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા 540 કેસમાં અમદાવાદમાં 312, સુરતમાં 93, વડોદરામાં 45, મહેસાણામાં 12, ગાંધીનગર, જામનગર, ભરૂચમાં 9-9, પાટણમાં 8, અરવલ્લીમાં 7, રાજકોટમાં 5, કચ્છ, જૂનાગઢ, નર્મદામાં 4-4, વલસાડમાં 3, ભાવનગર, સાબરકાંઠા, ખેડા, દાહોદ, સુરેન્દ્રનગરમાં 2-2, બનાસકાંઠા, મહીસાગર, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારીમાં 1-1 કેસ નોંધાયા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]