રથયાત્રા પૂર્વે શહેરના માર્ગોને સ્વચ્છ કરાયા

અમદાવાદ: શહેરમાં અષાઢી બીજના દિવસે નીકળનારી રથયાત્રા પૂર્વે માર્ગો પર સાફ સફાઇ અને રંગકામ-સમારકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અમદાવાદના જગન્નાથ મંદિરથી નીકળનારી રથયાત્રાના તમામ માર્ગો પર આવતી ફૂટપાથોની સફાઇ કરાઇ રહી છે. સરસપુર તરફ જતાં માર્ગ પર કાલુપુર બ્રિજ પર કાળા-પીળા પટ્ટાનું કામ ચાલી રહ્યું છે.

કોરોનાના કારણે રથયાત્રા કેવી રીતે નિકળશે એ બાબતની તૈયારીઓ મંદિર તેમજ તંત્ર કરી રહ્યું છે. પણ..આ માર્ગોની સ્વચ્છતા અને સુરક્ષાને મજબુત બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]