રાજ્યમાં કોરોનાના નવા 366 કેસઃ કુલ આંકડો 11746

નવી દિલ્હીઃ કોરોના વાયરસને સમગ્ર દેશમાં લોકડાઉન 4ની જાહેરાત કરાયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા અમુક ગાઇડલાઇન નક્કી કરવામાં આવી હતી. તો બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા કેટલીક છૂટછાટ માટે નિયમો બનાવવાને લઇ રાજ્ય સરકાર પર છોડ્યું હતું. ત્યારે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં નવા નિયમો અને છૂટછાટને લઇને ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં લોકડાઉન 4ને લઇને સીએમ રૂપાણી નવા નિયમો અને છૂટછાટની જાહેરાત કરવા જઈ રહ્યાં છે.

સીએમ રૂપણીએ પ્રજાજોગ સંબોધન કરતા જણાવ્યું હતું કે, કેન્દ્રીની હેલ્થ મિનિસ્ટ્રીએ આપેલી ગાઇડલાઇનસ મુજબ રાજ્ય સરકારે કન્ટેનમેન્ટ અને નોન કન્ટેનમેન્ટ ઝોન નક્કી કર્યા છે. કોરોન્ટાઇન ફેસિલિટીમાં ઉપયોગમાં લેવાતી તમામ હોટલો સિવાયની તમામ હોટલ બંધ રહેશે. અમદાવાદ સુરત સિવાય અન્ય ઝોનમાં રિક્ષાઓને મંજૂરી આપવામાં આવી છે. રીક્ષાઓમાં 2 પેસેન્જરોને બેસવાની છૂટ આપવામાં આવી છે. અમદાવાદ સાબરમતી પશ્ચિમ વિસ્તારમાં દુકાનો, ઓફિસ, ધંધા ઓડ ઇવન મુજબ ચાલુ કરવામાં આવશે.

તો બીજીતરફ રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં કોઈ મોટો ઘટાડો નોંધાયો નથી. ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 366 પોઝિટિવ કેસો નોંધાયા છે. અને છેલ્લા 24 કલાકમાં 35 લોકોનાં મોત નિપજ્યા છે. જેમાંથી 13 લોકોનાં પ્રાથમિક રીતે કોરોનાને કારણે અને 22 લોકોને અન્ય પ્રકારની ગંભીર બીમારીઓ હતી. તો છેલ્લા 24 કલાકમાં 305 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 11746 થયો છે. અને કુલ મોતનો આંક 694 થયો છે. જ્યારે અત્યાર સુધી 4804 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આજે નોંધાયેલ 366 પોઝિટિવ કેસોની વાત કરીએ તો, અમદાવાદમાં 263, સુરતમાં 33, વડોદરામાં 22, ગાંધીનગરમાં 12, ભાવનગરમાં 4, રાજકોટમાં 1, અરવલ્લીમાં 3, મહીસાગરમાં 2, ખેડામાં 1, પાટણમાં 7, સાબરકાંઠામાં 1, દાહોદમાં 4, કચ્છમાં 3, વલસાડમાં 6, જૂનાગઢમાં 3 અને સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં અત્યાર સુધીના કુલ પોઝિટિવ દર્દીનો આંક 11746 થયો છે. જેમાંથી 38 દર્દીઓની હાલત ગંભીર છે. અને વેન્ટિલેટર પર છે. તો 6210 લોકો સ્ટેબલ છે. જ્યારે 4804 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. અને કુલ 694 લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 35 લોકોનાં મોત નિપજ્યા છે. જેમાંથી અમદાવાદમાં જ 31 લોકોનાં મોત થયા છે. અને સુરતમાં 2, પાટણ અને ભરૂચમાં એક-એક દર્દીનાં મોત નિપજ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]