લોકડાઉન 4: ગુજરાતમાં અનેક છૂટછાટો અપાતાં રાહત

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા લોકાડાઉન-4ની ગાઈડલાઈન નક્કી કરવામાં આવ્યા બાદ આજે મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાત માટે લોકડાઉનમાં વિવિધ પ્રકારની છૂટછાટો અંગે જાહેરાત કરી છે. જેમાં કન્ટેઇન્મેન્ટ ઝોનને બાદ કરતા સમગ્ર રાજ્યમાં ઘણી છૂટછાટો આપવામાં આવી છે. જેમાં ઓટો રીક્ષા, બસ સેવા, ઓફિસો, અન્ય દુકાનો, પાનના ગલ્લા સહિતની છૂટછાટની જાહેરાતો કરવામાં આવી છે. અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં દુકાનો, ઓફિસો ખુલી શકાશે, પરંતુ પૂર્વ વિસ્તારમાં પ્રથમ તબક્કામાં છૂટછાટ આપવામાં આવી નથી. જોકે ટેક્સી સેવા શરૂ કરી શકાશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું છે.

 • કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક વસ્તુઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. લોકડાઉનમાં જે પ્રકારે વ્યવસ્થા હતી તે યથાવત રહેશે.
 • સમગ્ર ગુજરાતમાં કન્ટેઈનમેન્ટ ઝોનમાં સવારે 8થી 12 વાગ્યા સુધી જરૂરી વસ્તુઓના વેચાણની છૂટ રહેશે.
 • કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના ઝોનમાં સવારે 8થી રાત્રે 7 વાગ્યા સુધી તમામ દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવશે
 • સાંજના 7થી સવારના રાત્રે 7 વાગ્યા સુધી કડક કર્ફ્યુનો અમલ કરવામાં આવશે
 • નોન કેન્ટેઇન્મેન્ટમાં પાન-ગલ્લા, દુકાનો ખોલી શકાશે
 • નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં હેર સલૂન ખોલી શકાશે
 • સમગ્ર રાજયમાં રેસ્ટોરાં માત્ર કેન્ટેઇન્મેન્ટ ઝોનમાં હોમ ડિલીવરીના હેતુથી ચાલુ રહેશે
 • 33 ટકા કર્મચારીઓ સાથે ખાનગી ઓફિસો શરૂ કરી શકાશે
 • સવારના 8થી બપોરના ત્રણ વાગ્યા સુધી આવશ્યક વસ્તુઓના વેચાણની છૂટ
 • અમદાવાદ અને સુરત સિવાય સમગ્ર રાજ્યમાં ઓટો રીક્ષાને મંજૂરી એક રીક્ષામાં વધુમાં વધુ બે મુસાફર બેસાડી શકાશે.
 • અમૂલ પાર્લર પર મળશે એન95 માસ્ક
 • લગ્નમાં 50 લોકોને જવાની મંજૂરી અને મરણમાં 20 લોકોની હાજરીને મંજુરી
 • હીરાના કારખાના, લુમ્સના કારખાના 50 ટકાના સ્ટાફ સાથે શરૂ કરી શકાશે
 • સમગ્ર ગુજરાતમાં એસટી બસો શરૂ કરવામાં આવશે, પરંતુ અમદાવાદમાં બસોને પ્રવેશવા દેવામાં આવશે નહીં.
 • દુકાનો પર ટોળા થવા જોઈએ નહીં તે જોવાનું રહેશે
 • બ્યૂટી પાર્લર, સલૂન ખુલ્લા રહેશે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે
 • સમગ્ર રાજ્યમાં 60 ટકા કેપેસિટી સાથે પબ્લિક લાયબ્રેરી શરૂ કરવાની છૂટ
 • કેબ, ટેક્સી વગેરે કન્ટેઈનમેન્ટ ઝોનની બહાર મંજૂરી, કન્ટેઈનમેન્ટ ઝોનમાં નહીં, કેબ કે ટેક્સીમાં ડ્રાઈવર ઉપરાંત બે વ્યક્તિને છૂટ
 • અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં ખાનગી ઓફિસોને બંધ રાખવામાં આવશે
 • તમામ ગેરેજ, વર્કશોપ, સર્વિસ કાર્યરત કરી શકાશે
 • ટુવ્હીલરમાં એક જ વ્યક્તિ જઈ શકશે, ફોર વ્હીલરમાં ડ્રાઈવર ઉપરાંત બે જ વ્યક્તિને મંજૂરી
 • માલવાહક વાહનોને મંજૂરી
 • ગુજરાતમાં જાહેરમાં થૂંકનાર વ્યક્તિને 200 રૂપિયાને દંડ, જાહેરમાં માસ્ક ન પહેરનારાઓને પણ 200 રૂપિયાનો દંડ
 • બન્ને ઝોનમાં બંધ શાળા-કોલેજો, જીમ, સ્વિમિંગ પૂલ, બાગ બગીચા, મોલ, સિનેમાગૃહો, ધાર્મિક કાર્યક્રમો બંધ રહેશે, સિટી બસ સેવા, ખાનગી સેવાઓ પણ બંધ રહેશે.