ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. રાજ્યનાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું કે, આજના દિવસમાં સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ 362 નવા કેસ નોંધાયા છે. જો કે સામે પક્ષે 466 લોકોને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 24 લોકોનાં મોત નિપજ્યાં છે.
રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનાં કુલ પોઝિટિવ દર્દીનો આંક 8904 થયો છે. જેમાંથી 30 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 5091 દર્દીઓની હાલત સ્થિર છે. તો ડિસ્ચાર્જનો કુલ આંક 3246 અને મોતનો આંક 537 થયો છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ મોતની વિગત જોઈએ તો, અમદાવાદમાં 21 મોત, રાજકોટ-સુરત અને વડોદરામાં એક-એક દર્દીનાં મોત નિપજ્યા છે.
વડોદરામાં 27, સુરતાં 30, ભાવનગરમાં 2, ભરૂચમાં 1, ગાંધીનગરમાં 3, પાટણમાં 2, છોટા ઉદેપુરમાં 3, કચ્છમાં 6, મહેસાણામાં 7, ગીર સોમનાથમાં 5, ખેડામાં 3, જામનગરમાં 1, સાબરકાંઠામાં 1, અરવલ્લીમાં 1, મહીસાગરમાં 2, દેવભુમિ દ્વારકામાં 1 કેસ નોંધાયો છે. આ પ્રકારે કુલ 362 કેસ નોંધાયા હતા. જેથી અત્યાર સુધીમાં ગુજરાતમાં Covid 19ના કુલ 8804 દર્દીઓ થયા છે, જે પૈકી 30 હાલ વેન્ટિલેટર પર છે. જ્યારે 5091 સ્ટેબલ છે. 3246 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. 537 લોકોનાં મોત નિપજ્યાં છે.