રાજ્યમાં કોરોનાના નવા 783 કેસઃ સુરતમાં આંકડો 200 ને પાર

ગાંધીનગરઃ રાજ્યમાં અનલોકના તબક્કામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં અત્યારસુધીના સૌથી વધારે 783 કેસો નોંધાયા છે. અમદાવાદમાં આજે 150થી પણ ઓછા કેસો નોંધાયા છે. જેની સામે સુરતમાં સતત 200ને પાર કેસો નોંધાઈ રહ્યા છે.

છેલ્લા 24 કલાકમાં 16 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યા છે. અને 569 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 38419 પર પહોંચ્યો છે, જ્યારે મોતનો કુલ આંક 1995 અને ડિસ્ચાર્જનો કુલ આંક 27313 પર પહોંચ્યો છે.

આજના કેસો પર નજર કરીએ તો, સુરત ૨૧૫, અમદાવાદ ૧૪૯, સુરત ૫૮, વડોદરા ૫૫, વલસાડ ૨૭, રાજકોટ ૨૬, દાહોદ ૧૮, ભરૂચ ૧૬, સુરેન્દ્રનગર ૧૬, મહેસાણા ૧૫, બનાસકાંઠા ૧૫, નવસારી ૧૪, રાજકોટ ૧૩, ભાવનગર ૧૨, વડોદરા ૧૨, ગાંધીનગર ૧૧, ખેડા ૧૧, કચ્છ ૧૦, ગાંધીનગર ૮, જામનગર ૮, સાબરકાંઠા ૮, જુનાગઢ ૭, અમદાવાદ ૭, ભાવનગર ૭, અમરેલી ૭, આણંદ ૫, પાટણ ૪, મહીસાગર ૪, નર્મદા ૪, ગીર-સોમનાથ ૪, જુનાગઢ ૪, મોરબી ૩, ડાંગ ૩, અરવલ્લી ૨, પંચમહાલ ૧, બોટાદ ૧, છોટા ઉદેપુર ૧, જામનગર ૧, તાપી ૧ કેસ નોંધાયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]