જૂનિયર રાષ્ટ્રીય ખો ખો ટુર્નામેન્ટઃ ગુજરાતી ખેલાડીઓની વિજયકૂચ યથાવત

સુરત – એસએમસી સ્કૂલના ગ્રાઉન્ડમાં રમાઈ રહેલી 39મી જુનિયર ખો ખો નેશનલ ચેમ્પિયનશીપના આજે સતત બીજા દિવસે ગુજરાતના બોયઝ અને ગર્લ્સની ટીમોએ હોમ ગ્રાઉન્ડ પર રમવાનો લાભ ઉઠાવીને બંને કેટેગરીમાં વિજય મેળવ્યો હતો. કર્ણાટક, ઉત્તર પ્રદેશ, અને મહારાષ્ટ્રની ટીમે પોતપોતાની જીત નોંધાવી હતી. જોકે, મહારાષ્ટ્રનો દબદબો જોવા મળ્યો હતો. આજે બીજા દિવસની રમતમાં, દિલ્હીની ટીમે ધમાકેદાર શરુઆત કરી હતી. વર્ષ 1956માં દેશમાં રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટ શરૂ કરવા પાછળનો શ્રેય ગર્લ્સ ટીમને જાય છે. જેણે મધ્ય ભારતની ટીમ સામે પોતાની ટીમને જીતાડી હતી.

ગુજરાતના છોકરાઓએ પંજાબ સામેની ગ્રુપ મેચમાં ડાઈવ અને રિંગ ગેમનું પ્રભાવશાળી પરફોર્મન્સ બતાવ્યો હતો

યુવતીઓએ મેચની જબરદસ્ત શરુઆત કરી હતી. સેન્ટ્રલ ઈન્ડિયનની ટીમ પાસેથી વધારાના 6 પોઈન્ટસ લેવામાં સફળતા મેળવી હતી. હરીફ ટીમના ખેલાડીઓને બરોબરના હંફાવ્યા બાદ પ્રથમ ઈનિંગ્સમાં 11 પોઈન્ટ લીધા હતા. બીજી તરફ બોયઝ કેટેગરીમાં યુવકોએ પોતાની ગેમ સ્ટ્રેટેજી જાળવી રાખતા આઉટસ્ટેન્ડિગ પર્ફોમન્સ આપ્યું હતું. પ્રથમ દિવસે જ ગુજરાતની ટીમે મેળવેલી જીત યથાવત રાખતા પંજાબની ટીમને માત આપી હતી. યોગ્ય સમયે આપેલી ખો અને પર્ફેક્ટ ટાઈમિંગના કારણે પ્રથમ ઈનિંગ્સમાં જ ત્રણ પોઈન્ટ મળી ગયા હતા. પંજાબના ખેલાડીઓએ છેક સુધી પોતાના પ્રયત્નો પોઈન્ટ ચેઝ કરવા માટે ચાલું રાખ્યા હતા. બીજી ઈનિંગ્સમાં પણ પંજાબના ખેલાડીઓએ ગુજરાતની ટીમને ટક્કર સારી એવી ટક્કર આપી હતી. પરંતુ, ગુજરાતની ટીમની પર્ફેક્ટ ટાઈમિંગ ખોએ મેચનું પાસુ પલટી નાંખ્યું.

ગુજરાતની છોકરીઓએ મધ્ય ભારતને પરાજય આપ્યો

બીજી તરફ ઓડિશા અને મહારાષ્ટ્રની ટીમ વચ્ચે રમાયેલી મેચમાં મહારાષ્ટ્રની ટીમે પોતાની જીત નોંધાવી હતી. મરાઠી ખેલાડીઓએ મેચની શરૂઆતમાં ફ્રન્ટ ફૂટ પર રમી પ્રથમ ઈનિંગ્સમાં 16 પોઈન્ટ મેળવ્યા હતા. જ્યારે ઓડિશાના માત્ર ચાર રક્ષકોએ ટકી રહેવા પ્રયત્નો કર્યા. ધીમે ધીમે વધતા જતા અંતરમાં એક સમયે 12 પોઈન્ટનું અંતર જોવા મળ્યું હતું. ઓડિશાની ટીમ આ ગેપ કવર કરવામાં નિષ્ફળ રહી. ત્રીજા મહત્વના ટર્નમાં ઓડિશાની ટીમના પોઈન્ટ 5થી પણ નીચે રહ્યા. બીજી ઈનિંગ્સના અમુક સમયગાળામાં જ મહારાષ્ટ્રની જીત નક્કી જોવા મળી હતી. 7 પોઈન્ટ અને ઇનિંગ્સથી ઓડિશા ટીમનો મહારાષ્ટ્ર સામે પરાજય થયો. જ્યારે ગર્લ્સ કેટેગરીમાં પણ યુવતીઓએ ગોવાની ટીમને 15 પોઈન્ટ અને ઈનિંગ્સથી પછડાટ આપી હતી. આમ યુવતીઓએ પણ પોતાનું પાવરપેક્ડ પર્ફોમન્સ દેખાડ્યું હતું. સતત અઢી મિનિટ સુધી મહારાષ્ટ્રના ખેલાડી રામજી કશ્યપે ડિફેન્ડિગ કરીને 5 પોઈન્ટ બચાવ્યા હતા.

આ તરફ તામિલનાડું અને બિહારની ટીમ વચ્ચે યોજાયેલી મેચ એક તરફી રહી હતી. જેમાં તામિલનાડુંનો વિજય થયો હતો. યુવતીઓના ગ્રૂપે પણ પ્રભાવશાળી પર્ફોમન્સ આપ્યું હતું. તેમણે હિમાચલ પ્રદેશની ટીમને 8 પોઈન્ટના અંતરથી અને ઈનિગ્સથી માત આપી હતી. ઉત્તર પ્રદેશના યુવકો અને યુવતીઓ ઓલરાઉન્ડર સાબિત થયા. જેમણે ત્રિપુરાની ટીમને સેન્કડ લીગ મેચમાં પરાજય આપ્યો હતો. દક્ષિણ ભારતની ટીમ તામિલનાડું, કર્ણાટક અને કેરળે ટુર્નામેન્ટના બીજા દિવસે પોતાની તાકાતનો પરચો આપ્યો હતો અને વિજય પ્રાપ્ત કર્યો હતો.