મેલવેર, બોટનેટ હુમલાનો સામનો કરવાવાળાં ટોચનાં રાજ્યોમાં ગુજરાત

અમદાવાદઃ અમદાવાદની કે.ડી હોસ્પિટલમાં રેન્સમવેર એટેક થયો છે. રેન્સમવેર એટેક થવાને કારણે હોસ્પિટલનું સર્વર ડાઉન થઈ ગયું છે. સાયબર એટેક કરીને હોસ્પિટલ પાસે 70,000 ડોલર બીટકોઇનમાં ટ્રાન્સફર કરવા માગણી કરવામાં આવી છે.  ગુજરાતનાં મુખ્ય શહેરો અને કેન્દ્રીય ડેટા સર્વરોમાં ડિજિટલ નેટવર્ક પર મેલવેર (malware) અને બોટનેટ હુમલાના પ્રયાસોનો ખાનગી અને સરકારી –બંને મામલે સામનો કરી રહ્યા છે. આ હુમલા સિસ્ટમમાં નબળાઈનો લાભ ઉઠાવી રહ્યા છે અને સાયબર હુમલાખોરો નેટવર્કમાં ઘૂસવા માટે ઈમેઇલ ફિશિંગ કેમ્પેન પણ ચલાવી રહ્યા છે. અમદાવાદમાં 24 કલાકમાં 2132 મેલવેર હુમલાના પ્રયાસ થયા છે. આ જ પ્રકારે 2267, વડોદરામાં 632 અને રાજકોટમાં 450 મેલવેર હુમલાના પ્રયાસ થયા છે.

વર્ષ 2023ના પહેલા ત્રિમાસિક માટે ક્વિક હીલ સાયબર થ્રેટ વેધર (CTW) રિપોર્ટમાં મેલવેર એટેકના પ્રયાસોના મામલામાં સુરત અને અમદાવાદ દેશમાં છઠ્ઠા અને આઠમા સ્થાને છે, જેમાં ક્રમશઃ 27.4 લાખ અને 18.3 લાખ પ્રયાસ નોંધવામાં આવ્યા છે. 88.1 લાખ હુમલાના પ્રયાસોની સાથે ગુજરાત અને મહારાષ્ટ્ર પછી દેશમાં બીજા ક્રમે છે, જેમાં 1.52 કરોડ પ્રયાસ નોંધવામાં આવ્યા છે. આ હુમલામાં વ્યક્તિગત માહિતી ચોરવી, કોમ્પ્યુટરને નુકસાન પહોંચાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.

રાજ્યના CID ક્રાઇમના સાયબર સેલના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે આ બધા હુમલાને નિષ્ફળ કરવામાં આવ્યા છે અથવા એન્ટિ-વાઇરલ સોફ્ટવેર દ્વારા માલૂમ પડ્યું છે.

સ્પૈમહોર્સ લાઇવ બોટનેટ થ્રેટ્સ વર્લ્ડવાઇડ મેપ નામના એક અન્ય રિપોર્ટમાં ત્રણે બોટનેટ (મિરાઇ, સ્ટીલરેટ અને ગમટ) દેખાયા છે, જે સૌથી ચર્ચિત IoT મેલવેર વેરિયેન્ટમાના એક છે. નિષ્ણાતોનું કહેવું છે કે પોતાની સિસ્ટમમાં મેલવેર એટેક માલૂમ પડે તો એને તરત ઇન્ટરનેટથી ડિસ્કનેક્ટ કરી દેવું જોઈએ અને કોઈ સિક્યોરિટી પ્રોફેશનલથી સંપર્ક કરવો જોઈએ.