અમદાવાદ: ગુજરાતમાં એક બાજું સાર્વત્રિક વરસાદના પગલે ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યાના કેટલાક વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાય જવાના કારણે ખેડૂતોના ઊભા પાક પર પાણી ફરી વળ્યું છે. તો ક્યાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્ત વ્યસ્ત જોવા મળી રહ્યું છે. પરંતુ આ વચ્ચે અમદાવાદના વિરમગામમાં આવેલા એક ખાનગી ગોડાઉનમાં સરકારી ડાંગરનો મોટો જથ્થો પાણી ભરાતા પલળીને સડી ગયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમદાવાદના વિરમગામમાં આવેલા એક ખાનગી ગોડાઉનમાં સરકારી ડાંગરનો મોટો જથ્થો પાણી ભરાતા પલળીને સડી ગયો છે. ઉલ્લેખનીય છે કે આ ડાંગરના જથ્થાની કિંમતો આસરે 2 કરોડ રૂપિયા હતી. આ અનાજનો જથ્થો પલડી સડી જવાથી સરકારની તીજોરીને લગભગ 2 કરોડનું નુકસાન થયા હોવાની માહિતી સામે આવી રહી છે. અમદાવાદ જિલ્લા પુરવઠા અધિકારીના કહેવા પ્રમાણે 28000 કટ્ટા પલળી ગયા છે અને 2 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. વિરમગામમાં બાયપાસ રોડ પર આવેલ બીલ્ડવેલ કોર્પોરેશન નામના ખાનગી ગોડાઉનમાં સરકારી ડાંગરનો મોટો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો. આ ડાંગર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદવામાં આવ્યાં હતા અને બાદમાં અહીં સ્ટોર કરવામાં આવ્યાં હતા. ભારે વરસાદને કારણે આ ગોડાઉનમાં રાખવામાં આવેલા સવા બે લાખ ડાંગરના કટ્ટાનામાંથી મોટો જથ્થો પાણીમાં પલળી ગયો અને ડાંગરમાં ફૂગ લાગી ગઈ છે. હાલ આ ગોડાઉનમાંથી સારા ડાંગરનો જથ્થો સાણંદ ખાતે આવેલા પેસિફિક પાઈપ્સ ઇન્ડ્રસ્ટ્રીસ લી. ખાતે ખસેડાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.