ઓમાનના સલાલા બંદરે ગુજરાતના સલાયાના 4 યુવકોનું મોત

દેવભૂમી દ્વારકાઃ ઓમાનમાં રહેતા ગુજરાતના દેવભૂમી દ્વારકા જિલ્લામાં આવેલા સલાયાના ચાર યુવાનોના મૃત્યું થયા છે. ઓમાનના સલાલા બંદરે ચાર માસ પહેલા દરિયાઈ તોફાનમાં ડૂબી ગયેલા વહાણને બહાર કાઢતી વેળાએ ફુટવાલ ફિટ કરવા જતા ગેસ ગળતર થયું જેમાં આ ચાર યુવાનોના મોત થયા છે.

ઓમાનની સુરક્ષા એજન્સીઓએ ચારેયના મૃતદેહને બહાર કાઢ્યા હતા. ત્યારે સલાયા ખાતે મૃતકોના પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે. ત્યારે ચારેયના મૃતદેહને સલાયામાં પાછા લાવવા વેપારી મંડળ અને માછીમાર સમાજ દ્વારા પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે.