સાબરમતી મેટ્રો સ્ટેશનની કન્સ્ટ્રક્શન સાઈટ પર ભીષણ આગ

અમદાવાદ: સાબરમતી મેટ્રો સ્ટેશનની કન્સ્ટ્રક્શન સાઈટ પર આગી દુર્ઘટથી ચકચાર મચી જવા પામ્યો છે. સાબરમતીમાં બની રહેલા બુલેટ ટ્રેનના સ્ટેશનમાં વેલ્ડીગ કરતા આગ દુર્ઘટના બનવા પામી.આગ એટલી ભયંકર હતી કે 1 નહીં 2 નહીં પરંતુ 14 ફાયર બ્રિગેડની ટોમો બોલાવી પડી. મેટ્રો સ્ટેશન પાસે કન્સ્ટ્રક્શન સાઈટ પરની આગ એટલી ભયંકર હતી કે 14 ફાયર ફાયટરની ટીમો કામમાં લાગી. સાબરમતી મેટ્રો સ્ટેશન પાસે કન્સ્ટ્રકશન સાઈટ પર અચાનક આગ લાગી હતી. આ સાઈટ પર લાકડાનો સામાન વધુ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ભારે મથામણ બાદ 14 ફાયર બ્રિગેડની ટીમોએ મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નિર્માણાધીન સ્ટેશનના એક ભાગમાં છતના શટરિંગમાં આગ લાગી હતી. પહેલી નજરે જોતા આગ લાગવાનું કારણે વેલ્ડિંગ સ્પાર્ક હોય શકે છે. તપાસ બાદ આગ લાગવાનું સ્પષ્ટ કારણ અંગે જાણ થશે આવશે. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિની ઘટના નોંધાઈ નથી. ઉલ્લેખનીય છે કે  NHSRLC ના અધિકારીઓ ઘટનાસ્થળે સ્થિતિની દેખરેખ કરી રહ્યાં છે. જણાવી દઈએ કે, આ સ્ટેશન 508 કિમી લાંબી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજનાનો ભાગ છે. આ યોજના ગુજરાત (352 કિમી) અને મહારાષ્ટ્ર (156 કિમી)ને કવર કરે છે. જેમાં મુંબઈ, ઠાણે, વિરાર, બોઇસહર, વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ અને સાબરમતીમાં કુલ 12 સ્ટેશનની યોજના છે.