અમદાવાદઃ શહેરના એસ.જી. હાઇવે પર થલતેજ પાસેના ગણેશ હાઉસિંગ ગ્રાઉન્ડમાં બ્રહ્માકુમારીઝ દ્વારા ‘ શિવ અવતરણથી સ્વર્ણિમ ભારત’ ઉત્સવનો પ્રારંભ થઈ ગયો છે. આ ઉત્સવનું મહત્વનું આકર્ષણ 35 ફૂટ ઊંચા શિવલિંગનાં દર્શન છે.
બ્રહ્માકુમારીઝ દ્વારા તૈયાર કરવામાં આવેલી શિવ દર્શન નગરીમાં 10 થી 13 ફેબ્રુઆરી દરરોજ સાંજે ચારથી નવ સુધી 12 જ્યોતિર્લિંગનાં દર્શન, સ્વર્ણિમ ભારત દર્શન, વેલ્યુ ગેમ્સ, રાજયોગ દર્શન અને શાંતિ અનુભૂતિ કક્ષની મુલાકાત લઈ શકાશે.
પ્રજાપતિના બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા 11,12 અને 13 ફેબ્રુઆરીએ રાજયોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 87માં અખિલ ગુજરાત શિવ જયંતી મહોત્સવમાં 13 ફેબ્રુઆરી, સોમવારના રોજ અભ્યુદય- શિવ અવતરણ નૃત્ય નાટિકા રજૂ થશે.
આ દિવ્ય ઉત્સવમાં બ્રહ્માકુમારી શિવાનીબહેન ઉપસ્થિત રહેશે. બ્રહ્માકુમારી શિવાનીબહેન સકારાત્મક વિચારો અને વક્તવ્યો માટે ખૂબ જ જાણીતાં છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)