પત્રકારત્વની સ્નાતક પરીક્ષામાં ટોચના 10માંથી 8 વિદ્યાર્થી IJCના

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની એપ્રિલ-૨૦૨૨માં લેવામાં આવેલી જર્નલિઝમ અને માસ કોમ્યુનિકેશનના સ્નાતક અભ્યાસક્રમ (BAJMC)ની પ્રથમ બેચની પરીક્ષામાં ટોચના ૧૦માંથી ૮ ક્રમે ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ કેમ્પસની ઇન્સ્ટિટ્યૂટ ઓફ જર્નલિઝમ એન્ડ કોમ્યુનિકેશન (IJC)ના વિદ્યાર્થીઓ આવતાં તેમણે સંસ્થાનું નામ રોશન કર્યું છે. ઉજ્જૈનની પ્રાર્થના મહેતા યુનિવર્સિટીમાં પહેલા ક્રમે, નાગપુરનો અક્ષય આચાર્ય બીજા ક્રમે, ભૂજની વૈદેહી ભીંડે ત્રીજા ક્રમે અને અમદાવાદની આહના પટેલ ચોથા ક્રમે આવી છે.

IJCની સંચાલક સંસ્થા સરદાર વલ્લભભાઈ એજ્યુકેશન ટ્રસ્ટનાં ચેરમેન અને મેનેજિંગ ટ્રસ્ટી સિદ્ધાર્થ સી.પટેલે યુનિવર્સિટીમાં પહેલા દસમાંથી આઠ ક્રમ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ ઉપરાંત IJCમાંથી નીકળતી સ્નાતકોની પ્રથમ બેચ તથા અધ્યાપક મંડળને અભિનંદન પાઠવ્યાં હતા. IJCના નિયામક ડો. હરિ દેસાઈએ પણ યુનિવર્સિટીમાં ટોચના ક્રમે આવીને અને તેજસ્વી દેખાવ કરીને સંસ્થાનું નામ રોશન કરનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદનસહ શુભેચ્છા પાઠવી હતી.