સરળતાથી મળશે લર્નિંગ લાયસન્સ, જાણો કયા નિયમો બદલાયા..

રાજ્યમાં વાહન વ્યવહાર કચેરી દ્વારા લર્નિગ લાયસન્સના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર લર્નિગ લાયસન્સ મેળવવાના નિયમો હળવા કરવામાં આવ્યા છે. વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા એક પરિપત્ર બહાર પાડી નિયમો ફેરફારની જાહેર કરવામાં આવી છે. નવા નિયમ અનુસાર, હવેથી પરીક્ષા 15માંથી 9 પ્રશ્નોના સાચા હશે તો પણ લર્નિંગ લાયસન્સ મળશે.

ગુજરાત ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે. જેમાં હવે નવા લર્નિગ લાયસન્સ મેળવનાર ઉમેદવારોને પરિક્ષામાં માત્ર 15 માંથી 9 પ્રશ્નનો સાચો જવાબ આપવાનો રહેશે. જ્યારે આ અગાઉ લર્નિગ લાયસન્સ માટે પરિક્ષામાં 15 માંથી 11 પ્રશ્નોના ઉત્તર સાચા આપવાનો નિયમ હતો. ગુજરાત ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા જણાવાયું કે, લર્નિંગ લાયસન્સની કોમ્પ્યુટર પરીક્ષા પાસ થવા માટે કુલ-૧૫ પ્રશ્નોમાથી ૧૧ પ્રશ્નોના સાચા જવાબ આપ્યુંથી લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવાની પદ્ધતિ અમલમાં છે. જે અંગે સંદર્ભદર્શિત બંદરો અને વાહન વ્યવહાર વિભાગના તા.૦૧/૦૭/૨૦૨૪ ના પત્રથી મળેલ અનુમોદન મુજબ કેન્દ્રીય મોટર વાહન નિયમો, ૧૯૮૯ ના નિયમ-૧૧(૪) અનુસાર, હવેથી ૧૫ પ્રશ્નોમાંથી ૯ પ્રશ્નોના સાચા જવાબ આવ્યેથી લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવા જણાવવામાં આવે છે. સદર બાબતની જાણ આપની લર્નિંગ લાયસન્સની કામગીરી કરતી તાબાની કચેરીઓમાં કરવા જણાવવામાં આવે છે. આ ફેરફાર કરવા પાછળનો હેતુ ઓછું ભણતર ધરાવતા અથવા સારી રીતે વાંચી ન શક્તા લોકોને ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન તેમની ડ્રાઇવિંગ કુશળતા દર્શાવીને લર્નિંગ લાયસન્સ મેળવવામાં મદદ કરવાનો છે.