RBI સાથે વાત થઇ છે, ટૂંકમાં જ ઉપલબ્ધ થશે ATMમાં રોકડઃ નિતીન પટેલ

ગાંધીનગર– જનતા જનાર્દનને વળી એકવાર અણધારી નોટબંધીનો અનુભવ થઇ રહ્યો છે. દેશના અન્ય કેટલાક રાજ્યની જેમ ગુજરાતના પણ કેટલાક વિસ્તારમાં એટીએમમાંથી નાણાં મળતાં નથી. નાણાંની મુશ્કેલીમાં ધીરજ રાખી રહેલી જનતામાં આજે રોષ પ્રકટપણે વ્યક્ત થયો છે. કાળઝાળ ગરમીમાં લાઇનોમાં ઊભાં રહીને નાણાં ન મળતાં લોકોની અકળામણ વધી છે. ત્યારે રાજ્યના નાયબ સીએમ નિતીન પટેલે આ મામલે રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે ચર્ચા કરી છે. તેમણે ચાર દિવસ પહેલાં આ પરિસ્થિતિ અંગે આરબીઆઈના રીજનલ મેનેજર સાથે વાતચીત કરી હતી અને મુખ્ય સચીવ સાથે વાત કરી ઝડપથી કેશ ફ્લો ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરી હતી.

જાણવા મળ્યાં પ્રમાણે સાબરકાઠાં, બનાસકાંઠા, અમદાવાદ, રાજકોટ, નર્મદા જિલ્લાના ઘણાં એટીએમ સેન્ટરમાં નાણાં નથી.