ધોરાજી નગરપાલિકા પ્રમુખ સંગીતા બારોટે અચાનક રાજીનામું આપ્યું

રાજકોટ: રાજકોટ જિલ્લામાં અવાર નવરા ભાજપ નેતા વિવાદનું કેન્દ્ર બની રહેતા હોય છે. આ વચ્ચે રાજકોટમાં ધોરાજી નગરપાલિકા પ્રમુખ સંગીતા બારોટના વીડિયો વાઈરલ થયો હતો. જે બાદ હવે સંગીતા બારોટે અચાનક પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામાથી અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. પ્રમુખ પદ સંભાળ્યા બાદ સંગીતા બેનના દારૂ અને હુકા સાથે વીડિયો વાયરલ થયા હતા જે બદા વિવાદનો વંટોળ બન્યો હતો. રાજકોટ જિલ્લામાં ધોરાજી નગરપાલિકામાં પરિવર્તન સાથે ભાજપનું સાશન આવતાની સાથે જ વિવાદ સર્જાયો છે.

રાજીનામાને લઇ સંગીતા બારોટનું નિવેદન સામે આવ્યું છે, તેમનું કહેવું છે કે,મે મારી ઇચ્છાથી રાજીનામું આપ્યુ છે અને હુ પક્ષ સાથે જોડાયેલી છુ અને રહીશ,‘મારી શક્તી કરતા વધુ કામ હતુ પાલિકામાં એટલે રાજીનામું આપ્યું હોવાનો લુલો બચાવ તેમણે ક્યો હતો. આ સાથે જ ધોરાજી ન.પા.ના નવા પ્રમુખને લઈ ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. રાજકોટ જિલ્લાના ધોરાજીનાં નગરપાલિકામાં વોર્ડ નંબર નવમાં ભાજપમાંથી ચુંટાયેલા અને નગરપાલિકા પ્રમુખનું કોઈ કારણોસર રાજીનામું પડતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. તાજેતરમાં રાજકોટ જિલ્લાની 5 નાગરપાલિકાઓના પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. જે પૈકી ધોરાજી નગરપાલિકાના પ્રમુખ તરીકે મહિલા પ્રમુખ સંગીતાબેન બારોટનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. સંગીતા બારોટ પ્રમુખ બન્યા બાદ ચર્ચામાં રહેતા પ્રદેશ મવડી મંડળ સુધી આ વાત પહોંચી હતી અને બાદમાં અચાનક જ મંગળવારે નગરપલિકાના પ્રમુખ પદેથી સંગીતાબેન બારોટે રાજીનામું આપ્યુ છે.

ધોરાજી નગરપાલિકા પ્રમુખના રાજીનામાના મુદ્દાને લઈ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું છે,તેમનું કહેવું છે કે,સંગીતાબેનને ઋણ ચૂકવવા પ્રમુખ બનાવ્યા હતા,13 દિવસમાં રાજીનામું અપાવી દેવું તે ભાજપમાં પહેલેથી જ નક્કી હતું અને તેના કારણે તેમણે રાજીનામું આપ્યું છે. સંગીતાબેનનો વાયરલ વીડિયોને લઈ હું નહી કઉ પણ વાયરલ વીડિયોનો મુદ્દો એ તેમની પાર્ટીનો પ્રશ્ન છે.