નર્મદાઃ છેલ્લા ઘણા દિવસોથી સરદાર સરોર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને રાજ્યની જીવાદોરી ગણાતી નર્મદા નદીમાં સતત નવા નીરની આવક થઈ રહી છે. અત્યારે હાલ નર્મદા ડેમની સપાટી 123.64 મીટર પર પહોંચી ગઈ છે. ત્યારે રાજ્યમાં ઉનાળાના સમયમાં જે પાણી માટે જે સ્થિતી ઉભી થાય છે તે સ્થીતીને પહોંચી વળાય તેટલું પાણી આવી રહ્યું છે. સાથે જ ગુજરાતમાં પાણીનું સંકટ પણ હળવું થઈ રહ્યું છે.
નર્મદા ડેમમાં સતત ઉપરવાસમાંથી પાણીની આવક થઈ રહી છે. છેલ્લા 20 દિવસ દિવસમાં ડેમની સપાટીમાં 13.25નો વધારો થયો છે. ત્યારે ખાસ કરીને ખેડુતો માટે આ રાહતના સમાચાર ચોક્કસ કહી શકાય. આ તરફ ઉપરવાસમાંથી 49547 ક્યુસેક પાણીની આવક ચાલી રહી છે અને ડેમની સપાટીમાં દર કલાકે 3 સે.મીનો વધારો થઈ રહ્યો છે.
અત્યારે ડેમમાં 1857.45 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો પહોંચ્યો છે, તો બીજી તરફ મુખ્ય કેનાલમાંથી 8242 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે ખેડૂતોને સિંચાઇનું પાણી પુરુ પાડવામાં આવી રહ્યું છે. તો આ સાથે જ પાણી ન હોવાના કારણે લાંબા સમયથી બંધ પડેલા નર્મદા ડેમના CHPH પાવર હાઉસના યુનિટ શરૂ કરવામાં આવ્યા છે. અને વિજળી ઉત્પાદન યુનિટ પણ સક્રિય બન્યા છે અને તેનું કામ ફરીથી શરૂ થયું છે. હાલમાં 250 મેગાવોટ ના કેનાલ હેડ પાવર હાઉસનું એક વીજ મથક ચલાવાય છે. આમ સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા ગુજરાતના માથેથી પાણીની કટોકટી ટળી ગઈ,