રાજકોટ- મુખ્યપ્રધાન વિજય રુપાણી પોતાના વિસ્તાર રાજકોટમાં દિવસભરના અનેક કાર્યક્રમોમાં હાજર રહેશે. 30 ઓગસ્ટે સવારે 10 કલાકે રાજકોટ મહાનગરપાલિકાના સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિતિ સાથે તેઓ દિવસભર રાજકોટમાં હાજર રહેશે.
રાજકોટ મહાનગરનો આ સેવા સેતુ કાર્યક્રમ વોર્ડ-ર માં એરપોર્ટ રોડ પાસે યોજાવાનો છે.
સીએમ તે જ દિવસે રાજકોટમાં અમરજીતનગરના 287 અસરગ્રસ્ત લાભાર્થીઓને જમીન સનદ વિતરણ કરવાના છે. આ લાભાર્થીઓને રાજકોટ મહાપાલિકા દ્વારા 25 ચો.વાર તેમ જ 40 ચો.વારના જમીન પ્લોટ વૈકલ્પિક વળતરરૂપે ફાળવવામાં આવેલા છે.
તેઓ આ વેળાએ રાજકોટ મહાપાલિકાની વહીવટી પાંખમાં નવી નિમણૂક પામનારા 55 ઉમેદવારોને નિયુકિતપત્રો અર્પણ કરશે.
સાથે રાજકોટની આજી GIDCમાં રૂ. 7 કરોડ 70 લાખના વિવિધ વિકાસકામો રોડ રિસરફેસિંગ, પેવર બ્લોક, સીસીટીવી કેમેરા નેટવર્ક વગેરેના ખાતમૂર્હત કરવાના છે.
રુપાણી રાજકોટમાં સાંજે શ્રી સમસ્ત બ્રહ્મસમાજ આયોજિત શ્રાવણી પર્વ સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે.