સિટી ગર્લ્સે સ્ટેટ એક્વેટિક ચેમ્પિયનશિપ 2023માં કરી કમાલ..

સેવી સ્વરાજ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે યોજાયેલી 39મી સબ જુનિયર અને 49મી જુનિયર સ્ટેટ એક્વાટિક ચેમ્પિયનશીપ 2023માં યુવા અને પ્રતિભાશાળી સ્વિમર્સે કોચ અમિત પટેલના માર્ગદર્શન હેઠળ નોંધપાત્ર પર્ફોર્મન્સ દર્શાવ્યું છે. આ ટીમે ગોલ્ડ મેડલ્સ અને નવા મીટ રેકોર્ડઝ હાંસલ કરીને ચેમ્પિયનશીપ ટ્રોફી મેળવી છે.

આ ચેમ્પિયનશીપમાં વેનીકાએ ગ્રુપ-1ની ગર્લ્સ કેટેગરીમાં ચેમ્પિયનશીપ ટ્રોફી હાંસલ કરી. ઉપરાંત વેનીકાએ વિવિધ સ્પર્ધાઓમાં સુવર્ણ ચંદ્રકો મેળવીને અનેક મીટ રેકોર્ડઝ સ્થાપ્યા છે. જેમાં..

  • 50 મીટર બ્રેસ્ટસ્ટ્રોકઃ નવા મીટ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ
  • 100 મીટર બ્રેસ્ટસ્ટ્રોકઃ નવા મીટ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ
  •  200 મીટર બ્રેસ્ટસ્ટ્રોકઃ ગોલ્ડ મેડલ
  • 50 મીટર બટરફ્લાયઃ નવા મીટ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ
  • 100 મીટર બટરફ્લાયઃ નવા મીટ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ
  • 100 મીટર મેડલી રિલેઃ નવા મીટ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ
  • 100 મીટર ફ્રીસ્ટાઈલ રિલેઃ નવા મીટ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ

આ મહિનાની શરૂઆતમાં વેનીકાએ 3 વ્યક્તિગત ગોલ્ડ મેડલ્સ અને ફ્રી સ્ટાઈલ રિલેમાં 1 સિલ્વર મેડલ તથા સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (એસજીએફઆઈ) દ્વારા આયોજીત સ્પર્ધામાં ગુજરાતને મેડલ્સ હાંસલ કરવામાં 6ઠ્ઠુ સ્થાન અપાવ્યું છે. 66મી નેશનલ સ્કૂલ ગેમ્સ 2022-23માં 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.

આ ઉપરાંત નિત્યા રાણેએ વિવિધ ઈવેન્ટસમાં કૌશલ્ય દાખવીને ટીમની સફળતામાં યોગદાન આપીને 4×100 મીટર મેડલી રિલે અને મેડલી રિલેમાં ગોલ્ડ મેડલ્સ મેળવ્યા છે. બ્રેસ્ટસ્ટ્રોક ઈવેન્ટસમાં પ્રીસા દેસાઈએ 200 મીટર, 100 મીટર અને 50 મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ મળ્યા છે. એટલુ જ નહીં 50 મીટર બટરફ્લાયમાં 1 સિલ્વર મેડલ અને 50 મીટર ફ્રી સ્ટાઈલ ઉપરાંત મેડલી રિલેમાં બ્રોન્ઝ મેડલ પણ મળ્યો છે. દર્શ પટેલે બેકસ્ટ્રોક ઈવેન્ટસમાં 50 મીટર બેક અને 200 મીટર બેકમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે. જયારે 100 મીટર બેકમાં સિલ્વર મેડલ અને 200 મીટર ઈન્ડીવિડ્યુલ મેડલીમાં બ્રોન્ઝ પણ મેળ્યો છે.

જયારે નોયા પટેલે બેકસ્ટ્રોકમાં 50 મીટર બેકમાં ગોલ્ડ, 100 મીટર બેકમાં સિલ્વર અને 200 મીટર બેકમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ધ્રીતી પટેલે 50 મીટર ફ્રીસ્ટાઈલમાં બ્રોન્ઝ મેડલ મેળવીને  4×100 મીટર મેડલી રિલેમાં ગોલ્ડ મેડલ જીતવામાં મહત્વની ભૂમિકા બજાવી છે. અમાયરા ગાંધીએ 50 મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં સિલ્વર મેડલની સાથે 4×50 મીટર ફ્રી સ્ટાઈલ રિલે અને 4×50 મીટર મેડલી રિલેમાં ગોલ્ડ મેડલ્સ મેળવ્યા છે.  કોચ અમીત પટેલના માર્ગદર્શન હેઠળ યુવા સ્વિમરોએ આ સિધ્ધિઓ હાંસલ કરી છે.