સુરતમાં ચાઈનીઝ દોરીનો કહેર, બે યુવકના થયા મોત

રાજ્યમાં ડિસેમ્બરની શરૂઆતથી જ ઉત્તરાયણ તહેવારનો ઉત્સાહ લોકોમાં જોવા મળતો હયો છે. ત્યારે ઉત્તરાયણના ઉત્સાહ સાથે તહેવારના પડઘા પણ જોવા મળી રહ્યા છે. ચાઈનીઝ દોરી લોકો માટે ઘાતક બની રહી છે. સુરતમાં વધુ એક પતંગની દોરીથી કપાતા ગળું કપાયું હોવાની ઘટના સામે આવી છે. સોમવારે (બીજી ડિસેમ્બર) શહેરના ઓલપાડના કીમ ગામના રેલવે ઓવરબ્રિજ પર પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું હતું.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરતના ઓલપાડના કીમ ગામના રેલવે ઓવરબ્રિજ પરથી 37 વર્ષીય શૈલેષ વસાવા પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પતંગની દોરીથી તેમનું ગળું કપાયું હતું. પરંતુ હોસ્પિટલમાં સારવારમાં લઈ જતી વેળાએ રસ્તામાં જ મૃત્યુ નિપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત પોલીસે ઉત્તરાયણને લગતું એક જાહેરનામું જાહેર કર્યું છે. જેમાં આગામી 16મી જાન્યુઆરી સુધીમાં સુરતમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક વ્યક્તિના મોત પછી જાહેરનામું જાહેર કરાયું હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે તહેવારમાં ઉશ્કેરણીજનક લખાણ અને મોટા અવાજે સ્પીકર વગાડવા રોક લગાવી દીધી છે.