લોકસભા ચૂંટણીને લઈ નેતાઓ જોર શોરથી પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક ભાજપના સંકલ્પ પત્રની ગુજરાતી આવૃતી સાથે પાંચ સોંગ લૉન્ચ કર્યા હતા. જે બાદ હેવ ભૂપેન્દ્ર પટેલ આગામી 25 એપ્રિલના રોજ તેલંગણા પ્રવાસે રહેશે. તેલંગણામાં તેઓ ભાજપ નેતાના ઉમેદવારી નામાંકનમાં હજારી આપવા સાથે. જનસભાને સંબોધન પણ કરશે. આ ઉપરાંત તેઓ તેલંગણામાં અને બેઠકનું આયોજન પણ કરશે.
લોકસભા ચૂંટણીને લઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેલંગણાની મુલાકાત લેશે. તેલંગણાની મુલાકાત દરમ્યાન CM ભૂપેન્દ્ર પટેલ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે તથા જનસભા સંબોધશે. CM ભૂપેન્દ્ર પટેલ તેલંગણામાં ભાજપા ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરશે. તેલંગણામાં કરીમનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સંજયકુમાર બંદીના નામાંકન પત્ર ભરવાના સમયે ઉપસ્થિત રહેશે. ત્યાર બાદ ગુરૂવારે બપોરે કુરનુલ લોકસભા મતક્ષેત્રના ભાજપા ઉમેદવાર ભરત પ્રસાદજીના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરશે.
CM ભૂપેન્દ્ર પટેલ તેલંગણાના નમપલ્લીમાં ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે સાંજે 6 કલાકે હૈદરાબાદ અને સિકંદરાબાદ લોકસભા વિસ્તારના કાર્યકર્તાઓ સાથે સંયુક્ત બેઠક યોજશે. 19 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. હવે 26 એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન થશે. ગુજરાતમાં 7 મેના રોજ ત્રીજા તબક્કામાં અને તેલંગાણામાં 13મેના રોજ મતદાન થશે. તમામ તબક્કાના પરિણામો 4 જૂનના રોજ જાહેર કરાશે.