ચાંદીપુર વાયરસ અપડેટ: રાજ્યમાં 84 શંકાસ્પદ કેસ નોંધાયા

રાજ્યમાં ચાંદીપુર વાયરસ ધીમે ધીમે પગપેસારો કરી રહ્યો છે. ગુજરાતમાં ફરી આજે ચાંદીપુરાના વધુ 13 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 84 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી હાલ 9 કેસ પોઝિટિવ છે જ્યારે અન્યના સેમ્પલના પરિણામ આવવાના બાકી છે. વધુ પાંચ દર્દીના શંકાસ્પદ ચાંદીપુરાથી મૃત્યુ થયાછે. આ સાથે જ મૃત્યુઆંક વધીને 32 થયો છે.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કુલ 84 કેસમાંથી અરવલ્લી, બનાસકાંઠામાં 2-2 કેસ અને સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, મહેસાણા, નર્મદા, વડોદરા, રાજકોટમાં 1— કેસ નોંધાયા છે. આ ઉપરાંત પંચમહાલમાં સૌથી વધુ 11 કેસ જ્યારે સાબરકાંઠામાં 8, અમદાવાદમાં 6 શંકાસ્પદ કેસ નોંધાયા છે. હાલ સુધીમાં અરવલ્લી, મહેસાણામાંથી 2-2 જ્યારે ગાંધીનગર પંચમહાલ, મોરબી, વડોદરામાંથી 1-1 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. ઉલ્લેખની છે કે ગત રવિવારે બનાસકાંઠામાંથી 2 જ્યારે મહીસાગર-ખેડા-બનાસકાંઠા-વડોદરા શહેરમાંથી 1-1 દર્દીના મૃત્યુ થયા છે. આ ઉપરાંત આજે વધુ ત્રણ બાળકોના મોત થઈ ગયા છે. જેમાં બનાસકાંઠાના સુઈગામ, રાજકોટના ગોંડલના રાણસીકી તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1-1 બાળકના મોત થઈ ગયા છે. આ સાથે જ મૃત્યુઆંક 33 પહોંચ્યો છે અને કુલ કેસ 84 થયા છે.  ત્યારે દક્ષિણ ગુજરાતના સુરતમાં રહેતી 12 વર્ષની બાળકી શંકાસ્પદ ચાંદીપુરામાં સપડાતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે. સુરતમાં આ પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી ગઇ છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાથી એક બાળકનું મોત થયું છે. અત્યારસુધી સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરાથી 6 બાળકોના મૃત્યુ થયા છે. હાલ સિવિલમાં બે બાળકો સારવાર હેઠળ છે. જેમાંથી એક બાળક હાલ વેન્ટિલેટર પર છે.