અમદાવાદ- લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં ઉમેદવારી કરવા ઈચ્છતા તમામ ઉમેદવારોનું ભારતના સંવિધાનની કલમ-૮૪(ક) અને વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં ઉમેદવારી કરવા ઈચ્છતા તમામ ઉમેદવારોનું ભારતના સંવિધાનની કલમ-૧૭૩(ક) પરત્વે ધ્યાન દોરવામાં આવે છે. એમાં દર્શાવ્યું છે તે મુજબ, સંવિધાનની ત્રીજી અનુસૂચિમાં નક્કી થયા મુજબના નમૂનામાં ચૂંટણી આયોગ દ્વારા તે હેતુ માટે અધિકૃત કરાયેલ વ્યકિત સમક્ષ ઉમેદવારે શપથ કે પ્રતિજ્ઞા લઈને, તેમાં સહી કરવાની રહેશે અને તો જ એ ઉમેદવાર વિધાનસભાની કે લોકસભાની બેઠક માટે પસંદ થવા પાત્ર ગણાશે.
ઉમેદવારે ચૂંટણી ઉમેદવારીપત્ર રજૂ કર્યા બાદ જ તે શપથ કે પ્રતિજ્ઞા લઈ અને શપથ કે પ્રતિજ્ઞા પત્રમાં સહી કરી શકશે. તે ઉપરાંત સર્વોચ્ચ અદાલતના નિર્ણય અનુસાર ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ પહેલા એટલે કે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ તથા વિધાનસભાની પેટા ચૂંટણીઓના સંદર્ભમાં તા.૦૫/૦૪/ર૦૧૯ પહેલાં જ શપથ કે પ્રતિજ્ઞા લેવાની રહેશે અને તેમાં સહી કરવાની રહેશે. ઉમેદવારીપત્ર ભર્યા બાદ તરત જ ઉમેદવાર દ્વારા શપથ લેવામાં આવે તે ઈચ્છનીય છે.
ઉમેદવારોની અનુકુળતા ખાતર ચૂંટણી આયોગે, સંબંધીત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારી ઉપરાંત નીચેની વ્યકિતઓને અધિકૃત કરી છે. જેમની સમક્ષ ઉમેદવાર શપથ કે પ્રતિજ્ઞા લઈને તેમાં સહી કરશે.
|