પેટા ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસ, કોણ મારશે બાજી બાજી?

લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી ચાલી રહી છે. આ સાથે જ ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણીના પણ પરિણામો આજે જ જાહેર થવાના છે. ગુજરાતમાં પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીની બેઠકો પૈકી ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠક પર કોણ બાજી મારે તેના પર સૌની નજર છે. આ પાંચ બેઠકો પર હાલમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે.

વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા 20842 મતથી આગળ ચાલી રહ્યા છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 38329 મત મળ્યા છે, જ્યારે કનુભાઈ ગોહિલને 17487 મત મળ્યા છે. ખંભાત બેઠક પરથી ચિરાગ પટેલ  15393 મતથી આગળ ચાલી રહ્યા છે. વિજાપુર બેઠક પરથી સીજે ચાવડા  14053 મતથી આગળ ચાલી રહ્યા છે.  પોરબંદર બેઠક પરથી અર્જૂન મોઢવાડિયા 58589 મતથી આગળ ચાલી રહ્યા છે. માણાવદર બેઠક પરથી અરવિંદ લાડાણી 8052 મતથી આગળ ચાલી રહ્યા છે.

નોંધનીય છે કે પોરબંદર બેઠક પર ભાજપે અર્જુન મોઢવાડિયાને ટિકિટ આપી છે. વિજાપુર બેઠક પર ભાજપે સીજે ચાવડાને ટિકિટ આપી છે. વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપે ટિકિટ આપી છે.  માણાવદર બેઠક પર અરવિંદ લાડાણીને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે ખંભાત બેઠક પર ચિરાગ પટેલને ટિકિટ આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે પોરબંદર બેઠક પર રાજુ ઓડેદરાને મેદાનમાં ઉતાર્યા છે. વિજાપૂર બેઠક પર કૉંગ્રેસ દિનેશ પટેલ ટિકિટ આપી છે. વાઘોડિયા બેઠક પર કનુભાઈ ગોહિલને ટિકિટ મળી છે. માણાવદરમાં હરિભાઈ કણસાગરાને ટિકિટ આપવામાં આવી છે.ખંભાત બેઠક પર મહેન્દ્રસિંહ પરમારને ટિકિટ આપવામાં આવી છે.

હાલના તબક્કે ભાજપનું પલ્લુ ભારે છે માટે એમ કહેવું જરાય ખોટું નથી કે આ પાંચે સીટો પર ભાજપનો ભગવો લહેરાઈ શકે છે.