સ્થાનિક ચૂંટણીમાં ભાજપ 2010નું પુનરાવર્તન કરે એવી શક્યતા

ગાંધીનગરઃ રાજ્યની 81 પાલિકા, 231 તાલુકા અને 31 જિલ્લા પંચાયતની રવિવારે યોજાયેલી ચૂંટણીમાં આશરે 3.5 કરોડ મતદારોએ મતદાન કર્યું હતું, જેની તમામ બેઠકો પર મતગણતરી હાલ કરવામાં આવી રહી છે, જેમાં સાંજ સુધીમાં 22,200  ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે. વર્ષ 2021ની સ્થાનિક ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા શરૂ છે. ભાજપે વિજયોત્સવની તૈયારી શરૂ કરી દીધી છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કમલમમાં આજે બપોરે 1.30 કલાકે આવવાની શક્યતા છે.

સ્થાનિક ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં ભાજપ 28 બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ અત્યાર સુધી એક પણ બેઠક પર આગળ નથી. આ સાથે 81 નગરપાલિકાઓમાં ભાજપ 53 બેઠકો પર અને કોંગ્રેસ 12 પર અને અન્ય એક બેઠક પર આગળ છે. જ્યારે સ્થાનિક તાલુકા પંચાયતોની 231 બેઠકો પર ભાજપ 158 બેઠકો પર અને કોંગ્રેસ 14 બેઠકો પર આગળ છે.

ચૂંટણી પરિણામ      ભાજપ  કોંગ્રેસ અન્ય
જિલ્લા પંચાયતો (31)  28      0   0
નગરપાલિકા (81) 53  12 0
તાલુકા પંચાયતો (231)  158  17 0

                 

        

સ્થાનિક ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયતોની 980 બેઠકો પર ભાજપના 954, કોંગ્રેસના 937, આપના 304 અને અન્ય 460 મળીને કુલ 2,655 ઉમેદવારો મેદાનમાં છે અને 25 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ચૂંટણી પંચે તમામ વિસ્તારોમાં 542 સ્થળ પર 845 હોલમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે મતગણતરી કરવા માટે 50000થી વધુના સ્ટાફને તહેનાત કર્યા છે. આ મતગણતરી સ્થળો પર પોલીસનો ચુસ્ત-બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

31 જિલ્લા પંચાયત 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા 23 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની પેટાચૂંટણી રવિવારે યોજવામાં આવી હતી. જિલ્લા પંચાયતોમાં સરેરાશ 66 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.