ખેડૂતોના તારણહાર થવાની ભાજપ અને કોંગ્રેસના નેતાઓમાં હોડ જામી છે

અમદાવાદઃ ખેડુતોના મુદ્દે ભાજપા અને કોંગ્રેસ એકવાર ફરીથી આમને સામને આવી ગઈ છે. સરકારે ખેડુતો માટે 700 કરોડ રુપિયાના પેકેજની જાહેરાત કરી તો કોંગ્રેસ ઉત્તર ગુજરાતને બાકાત રાખ્યાનો આરોપ લગાવી રહી છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ખેડુતોની દેવા માફીની માંગને લઈને ઉપવાસ કર્યા હતા.

રાજ્ય સરકારે ગત સપ્તાહે કમોસમી વરસાદના કારણે બગડેલા ખેડુતોના પાક માટે કેન્દ્ર સરકારની મદદથી 700 કરોડ રુપિયાના વળતરની જાહેરાત કરી હતી. કોંગ્રેસ ધારાસભ્યોનો આરોપ છે કે રાજ્ય સરકારે બનાસકાંછા, મહેસાણા અને પાટણ જિલ્લાને આ પેકેજમાં સમાવિષ્ટ કર્યા નથી. બીજીબાજુ ગુજરાતના પૂર્વ મંત્રી શંકર ચોધરીએ પણ માન્યું છે કે ઉત્તર ગુજરાતમાં પણ ખેડુતોને નુકસાન થયું છે. કમોસમી વરસાદે પાક બરબાદ કરી નાંખ્યો છે. કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેને માંગ કરી છે કે ચૌધરીને બનાસ ડેરીથી ઋણ લેનારા ખેડુતોના દેવા માફ કરવા જોઈએ. ઉલ્લેખનીય છે કે શંકર ચોધરી બનાસ ડેરીના ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય છે.