અમદાવાદઃ કોર્પોરેશન દ્વારા ટ્રાફિક પોલીસના સંકલનમાં રહીને થોડા સમય પહેલા હાથ ધરવામાં આવેલી ટ્રાફિક નિયમનની ઝૂંબેશને રાષ્ટ્રીય સ્તરે આવકાર મળ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક ઈમ્પ્રૂવમેન્ટ સ્ટ્રીટ મેનેજમેન્ટ તેમજ આઈટીએમએસ એમ કુલ બે જેટલી કેટેગરીમાં રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટ દ્વારા લાલ આંખ કરવામાં આવ્યા બાદ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસે સંયુક્તપણે ડ્રાઈવ કરીને જાહેર રસ્તા પર થતી ટ્રાફિકની સમસ્યાને નીવારવાનો રસ્તો અપનાવ્યો હતો. કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસનો આ પ્રયત્ન ફળદાયી પણ નીવડ્યો અને ટ્રાફિકની સમસ્યા સામે ઘણા અંશે રાહત પણ મળી.
ગઇ કાલે નાગપુર ખાતે સંપન્ન થયેલા અગિયારમાં અર્બન મોબિલિટી ઇંડિયા કોન્ફરન્સ કમ એક્સ્પો-ર૦૧૮ના છેલ્લા દિવસે કેન્દ્રના હાઉિસંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા તંત્રને બેસ્ટ સિટી ઇન અર્બન ટ્રાન્સપોર્ટ ઇનિશિએટીવ કેટેગરીમાં એવોર્ડ ઓફ એક્સલન્સ એનાયત કરાયો હતો.
આ એવોર્ડનો મેયર બીજલબહેન પટેલ, ડેપ્યુટી કમિશનર આર્જવ શાહ અને સેકટર-રના જોઇન્ટ સીપી અશોક યાદવે સ્વીકાર કર્યો હતો. જ્યારે બેસ્ટ ઇન્ટેિલજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પ્રોજેક્ટ કેટેગરીનો આઇટીએમએસ-એએફસીએલનો રાષ્ટ્રીય એવોર્ડ પણ એનાયત કરતાં તેનો મેયર અને બીઆરટીએસના જનરલ મેનેજર દીપક ત્રિવેદીએ સ્વીકાર કર્યો હતો.