બીસીબલ ખીચડી, મખના ખીચડી…40થી વધુ ખીચડી વ્યંજનની મોજ આપતી ઈવેન્ટ…

અમદાવાદઃ સાંભળવામાં સાવ સામાન્ય લાગતી આ ઇવેન્ટ યોજાઈ ત્યારે તેનો માહોલ રોમાંચક બની ગયો હતો. ખીચડી ઈટીસીના ઉપક્રમે ‘ખીચડી ઉત્સવ 2018 ’નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક જ વાસણમાં ભિન્ન
પ્રકારે રાંધી શકાય તેવી વિવિધ પ્રકારની ખીચડીનું વૈવિધ્ય રજૂ કરવામાં આવ્યું હતું.ખીચડીની 40 થી વધુ પ્રકારની વેરાયટી રજૂ કરનારા આ ખીચડી ઉત્સવમાં દરેક અમદાવાદી માટે વિવિધ સામગ્રીમાંથી બનાવેલી ખીચડીનો અનુભવ પ્રાપ્ત કરવા મળ્યો હતો. ખીચડી ઈટીસીએ કેટલીક સાચા અર્થમાં અનોખી અને આરોગ્યપ્રદ ખીચડી ફ્લેવર્સ રજૂ કરી હતી. આ ઉપરાંત પીણાંને બદલે છાશ અને દહી જેવાં દેશી કૂલન્ટ સાથે ખીચડીનો સમન્વય કરવામાં આવ્યો હોવાથી આ ઉત્સવ પણ બની રહ્યો હતો.

ભારતીયોની પસંદગીમાં સાચા અર્થમાં પ્રિય વાનગી એવી આ ખીચડીઓમાં બીસીબલ ખીચડી, અમૃતસરી છોલે ખીચડી, લીલવાની ખીચડી અને નન્હી સબજીયાં કી ખીચડીથી માંડીને મશરૂમ પેસ્ટો ખીચડી, તડકેવાલી ઓટ મીલ ખીચડી, ક્રંચી મખના ખીચડી અને બેકડ ખીચડી જેવી આધુનિક ખીચડીઓનો સમાવેશ કરાયો છે. ખીચડીના
ભિન્ન પ્રકારના વિકલ્પોને કારણે શહેરના ભોજનના કદરદાન ચાહકોને વિપુલ વૈવિધ્ય પ્રાપ્ત થયું હતું.

ભોજનમાં સંગીતનો રોમાંચ ભેળવવા મેઘધનુષ, સૂરજ ચૌહાણ અને સપન જોષીના વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત નાના બાળકો માટે એક ખાસ ‘કીડઝ ઝોન’બનાવાયો હતો જેથી તેમનો માટે પણ સમય વ્યતિત કરવો આનંદપ્રદ બની રહ્યો હતો.