મહેમદાવાદમાં પારંપરિક સામૂહિક હોળીનું આયોજન કરાયું

મહેમદાવાદઃ મહેમદાવાદની સામૂહિક અને હોળીનો અનોખો મહિમા છે. પ્રકૃતિના જતન અને પર્યાવરણની જાળવણી થાય એ માટે સતત સાત વર્ષથી મહેમદાવાદમાં સામૂહિક હોળી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ હોલિકા દહનનું ગુરુવારે સાંજે ૭.૩૦ કલાકે પારંપરિક અને વૈદિક હોળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

સિદ્ધિ વિનાયક દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સામૂહિક, પ્રાકૃતિક વૈદિક હોળી મહોત્સવ પાછળનો ઉદ્દેશ હિન્દુ સમાજમાં ભેદભાવ ભૂલી સમરસતા બની રહે. આ સાથે હિંદુ ધર્મમાં પરંપરાગત સંસ્કૃતિની જાળવણી સાથે તહેવારોની ઉજવણી કરવામાં આવે. પર્યવારણના જતન માટે તેમ જ શુદ્ધ ઓક્સિજન મળે એ માટે હોલિકા દહનમાં વાપરવામાં આવતી ચીજવસ્તુઓનું વિશેષ ધ્યાન આપવામાં આવે છે.

મહેમદાવાદની સામૂહિક અને વૈદિક હોળીના દહન માટે સમળો, લીમડો સહિતનાં વિવિધ જાતનાં લાકડાં, ૨૧૦૦ શ્રીફળ, ૧૧ કિલો કપૂર, ૩000 ગૌ છાણમાંથી બનેલા પૂડા તથા ગાયનું દેશી ઘીનો વપરાશ કર્યો. આ સાથે હોળીની વિવિધ રંગોળીથી સજ્જ કરવામાં આવી.

વિશાળ સામૂહિક  હોળીને સજાવવા માટે 20 ઉપરાંત કાર્યકરો રાત-દિવસ સતત જોડાયા છે. હોળીની ડિઝાઇન એક માસ અગાઉ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી. સમાજમાં દરેક વ્યક્તિ 11 ગૌ છાણના પૂડા, ઘી દ્વારા હોલિકા દહનમાં યોગદાન કરે, જેથી પ્રકૃતિનું રક્ષણ અને શુદ્ધ ઓક્સિજન મળે એમ દેવનગરી મહેમદાવાદના શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાન દ્વારા અપીલ કરવામાં આવી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ)