અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા 37 વર્ષથી વકીલાત કરતા એક સિનિયર મુસ્લિમ એડવોકેટ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. આ અરજી ભારતીય રેલવેમાં જે પ્રકારનું ભોજન પીરસવામાં આવે છે તે માટે કરવામાં આવી છે. અરજીમાં શાકાહારી અને માંસાહારી ભોજન એકસાથે પીરસાતું હોવા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. અરજીમાં રજૂઆત કરાઈ છે કે શાકાહાર અને માંસાહાર કરનારા લોકોને ટિકિટ ફાળવણી વખતે જ સેગ્રીગેટ કરવા જોઈએ.
અરજીમાં રેલવે કેટરિંગ અને કેટરિંગનો કોન્ટ્રાક્ટ જેને આપવામાં આવ્યો છે તેવા ખાનગી કોન્ટ્રાક્ટરને હાઈકોર્ટ જરુરી દિશા નિર્દેશ આપે તે પ્રકારની માંગણી કરવામાં આવી છે. ત્યારે સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટમાં આગામી સપ્તાહે સુનાવણી યોજાશે.