અમદાવાદમાં કોર્પોરેટ જગતના માંધાતાઓ ઉતર્યા મેદાનમાં, કોર્પોરેટ સ્પોર્ટસ ચેલેન્જનો પ્રારંભ

અમદાવાદ- અરેના બાય ટ્રાન્સસ્ટેડીયા ખાતે આજથી કોર્પોરેટ સ્પોર્ટસ ચેલેન્જનો પ્રારંભ થયો છે. કોર્પોરેટ  જગતના માંધાતાઓ વિવિધ રમતો રમવા સજજ બન્યા છે. બે દિવસના આ સમારંભનુ ઉદઘાટન  અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના હસ્તે કરાયું હતું. આ રમતોત્સવમાં 10 કોર્પોરેટ ટીમ પાંચ રમતોમાં એક બીજા સાથે ટકરાશે.

નહેરાએ જણાવ્યું કે, કોર્પોરેટ વાતાવરણમાં  રમતોને પ્રોત્સાહન આપવાનું આ સુંદર કદમ છે. આ પ્રકારના સમારંભોથી સંઘ ભાવના અને સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન મળશે અને સાથે સાથે અમદાવાદ શહેર ખેલદીલી સાથે તંદુરસ્ત બનશે.

આ મલ્ટી-સ્પોર્ટસ ફેસ્ટિવલમાં 400થી વધુ કોર્પોરેટ એકઝિક્યુટિવ સામેલ થઈ રહ્યાં છે. અહીં યોજાનારી રમતોમાં બોક્સ ક્રિકેટ, દોરડા ખેંચ (ટગ ઓફ વોર) બેડમિગ્ટન, ટેનિસ અને ફૂટબોલનો સમાવેશ થાય છે.  કોર્પોરેટ સ્પોર્ટસ ચેલેન્જનો ઉદ્દેશ  કોર્પોરેટ એક્ઝિક્યુટિવને એકસરખી અને વ્યસ્ત કામગીરીમાંથી બહાર લાવીને  વિવિધ રમતોના માદધ્યમથી તાજગી પૂરી પાડવાનો છે.

જે 10 ટીમ મેદાનમાં ઉતરવાની છે તેમાં અદાણી ફાઈટર્સ, એપોલો વોરિયર્સ, બેંક ઓફ બરોડા બ્લાસ્ટર્સ, કલ્પતરૂ એવેન્જર્સ, વાડીલાલ ચેમ્પિયન્સ, યોનો બાય એસબીઆઈ, સિગ્નેટ ટાઈટન્સ, હેવમોર બ્લોકબસ્ટર્સ, રોયલ ટીસીયર્સ અને ટાઈમ્સ ટાઈગર્સનો સમાવેશ થાય છે.

આયોજકો, એક્ટીવ મિડીયા અને ટ્રાન્સસ્ટેડિયા દ્વારા કોર્પોરેટ સ્પોર્ટસ ચેલેન્જમાં આત્મવિશ્વાસ ઉભો કરાયો છે અને જેના થકી રમતોમાં ભાગ લેતી ટીમોમાં ટીમ સ્પીરીટ માટેનું પ્લેટફોર્મ ઉંભુ કરીને દરેક સ્તરના વર્કફોર્સને સાથે લઈને વિવિધ રમતોમાં તમામ કર્મચારીઓ અને મેનેજમેન્ટ વચ્ચે સંવાદ પ્રસ્થાપિત કરશે.