અમદાવાદ: શાકભાજી, ફળફળાદીનું વેચાણ કરતાં ફેરિયાઓ ને મહાનગરપાલિકા દ્વારા હેલ્થ કાર્ડ આપવામાં આવે છે. પરંતુ પરંપરાગત શાકભાજી નો ધંધો કરતાં અસંખ્ય ફેરિયા વેપારીઓ પરવાનગી કાર્ડ થી વંચિત રહી જતાં એ.એમ.સી કેમ્પસ માં ભારે હોબાળો મચાવ્યો હતો.
કોરોનાનો ચેપ ફેલાવવામાં અમદાવાદ શહેર માં સુપર સ્પ્રેડર તરીકે શાકભાજી વાળા ફેરિયાઓ નું નામ સામે આવ્યું. શહેરના ઘણાં વિસ્તારોના ફેરિયાઓ કોરોના વાયરસ નો શિકાર પણ બન્યા. ત્યારબાદ ડોલમાં શાકભાજી લેવી ખરીદી કર્યા બાદ સેનિટાઇઝેશન તેમજ ધોવાની સાવચેતી રાખવાની શરૂઆત થઇ ગઇ. તંત્ર એ થોડા દિવસ શાકભાજી ફળફળાદી વેચાણ કરતાં ફેરિયાઓ પર નિયંત્રણ રાખ્યું.
બીજી તરફ લોકો સુધી ફેરિયાઓ દ્વારા જીવન જરૂરી ચીજ વસ્તુઓ પહોચાડવા હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવાની શરૂઆત થઇ ગઇ. પરંતુ આ શાકભાજી નો પરંપરાગત ધંધો કરતાં હજારો ની સંખ્યા માં ફેરિયાઓ પરવાનગી થી વંચિત રહી ગયાં. જેમની પાસે સિસ્ટમ ને સમજવાની આવડત અને ચોક્કસ જરૂરી કાગળો ના આધાર હતો એમને વેપાર કરવાની પરવાનગી મળી ગઇ.
વર્ષોથી, પરંપરાગત ધંધો કરતાં હજારો ફેરિયાઓ પરવાનગી થી વંચિત રહી ગયાં છે. જેમણે સોમવાર ની સવારથી જ પેટિયું રળવાની પરવાનગી માટે મોરચો માંડયો હતો. તંત્ર ની અસમંજસ પરિસ્થિતિ, અણઘડ વહિવટી પ્રક્રિયા ને કારણે જેને ખરેખર જરૂર છે એવા લોકો પરવાનગી અને રોજગારી વગર રઝળી રહ્યા છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
