લોકડાઉન 4.0: પાન-મસાલાના બંધાણીઓ બજારમાં ઉમટી પડ્યા

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાથી નહીંવત અસરગ્રસ્ત એવા વિસ્તારોમાં પાન, ગુટકા, તમાકુ, બીડી-સિગારેટનું વેચાણ કરતા પાન પાર્લરો આજે વહેલી સવારથી જ ખુલી ગયા હતા. પાન પાર્લરો ખુલતાંની સાથે જ તમાકુ, બીડી, સિગારેટના બંધાણીઓની ભીડ જામવા માંડી હતી.

કેટલા સ્થળોએ તો દીવાબત્તી બંધ કરાય અને સાફસફાઈ થાય એ પહેલાં જ વ્યસનની લોકોએ દુકાનોની બહાર અડીંગો જમાવી દીધો હતો.

સરકારે પાન પાર્લર ખોલવાની પરવાનગી તો આપી પણ 54 દિવસ કરતાં વધારે બંધ દુકાનોમાં માલનો સદંતર અભાવ છે. પાન સોપારી તમાકુ ધુમ્રપાનના ઘણાં રસિયાઓ દુકાનો તો ખૂલી પણ માલ સામાનના અભાવે નિઃસાસો નાખી પાછા ફર્યા હતા. અમદાવાદના પશ્ચિમ વિસ્તારના પાન પાર્લરના માલિકોએ સ્વચ્છતા અને સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે ધંધાની શરૂઆત કરી દીધી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)