વર્ષ 2025-26 માટે AMTSનું 705 કરોડનું બજેટ મંજૂર

ગુજરાતમાં AMTS ને અમદાવાદ મ્યુ.કોર્પોરેશને બજેટ રજૂ કરી દીધું છે. AMTSને તંત્રએ 705 કરોડના બજેટને મંજૂરી આપી દીધી છે. આગામી વર્ષમાં 445 નવી એસી બસનો ઉમેરો કરવામાં આવશે સાથે સાથે 4 નવી ડબલ ડેકર બસનો પણ થશે ઉમેરો તો વિધવા બહેનોને ટિકિટમાં 50 ટકા રાહતની જાહેરાત કરવામાં આવી છે અને 10 ધોરણ બાદ વિદ્યાર્થીઓને 85 ટકા ટિકિટમાં રાહતની જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ સંચાલિત સ્કૂલ બોર્ડનું વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ શાસનાધિકારી ડો.એલ. ડી. દેસાઈએ રજૂ કર્યું હતું. સ્કૂલ બોર્ડની સામાન્ય સભામાં 1143 કરોડનું શિક્ષણ સાથે કેળવણીનું શતાબ્દી બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતી, અંગ્રેજી અને મરાઠી સહિત ભાષાઓની નવી 12 શાળાઓ બનાવવામાં આવશે. બજેટની 91 એટલે કે રૂ. 1042 કરોડ જેટલી રકમ પગાર અને પેન્શન પાછળ ખર્ચ થશે. વિદ્યાર્થી વિકાસ/શૈક્ષણિક અને શિક્ષકોને લગતી પ્રવૃત્તિઓ પાછળ 6.78 ટકા એટલે કે 77.50 કરોડ અને શાળા અને માળખાકીય સુવિધાઓ પાછળ થનાર 2.05 કરોડ એટલે કે 23.44 કરોડ ખર્ચ થશે. 2025ના વર્ષના અંતે AMCની ચૂંટણી યોજાનાર હોવાથી નવા કરવેરા લાદવામાં આવે તેવી શક્યતા નહિવત છે. AMCમાં ચૂંટાયેલી પાંખનું છેલ્લું બજેટ હોવાથી અને આગામી વર્ષે ચૂંટણી યોજાનાર હોવાથી શાસક પક્ષ દ્વારા કરવેરા રહિત બજેટ આપવાનું અને પ્રજાલક્ષી કામોની જાહેરાતો કરાય તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2,070ના વર્ષ સુધી ‘નેટ ઝીરો એમીશન’ના વિઝનને સાકાર કરવાની નેમ સાથે AMC દ્વારા 2025-26ના વર્ષના બજેટમાં પર્યાવરણલક્ષી પ્રોજેક્ટસ અને કામગીરી પર ભાર મૂકવા સાથે બજેટ તૈયાર કરવામાં આવે તેવી શક્યતા છે.