NEET-UG -2024ના વિવાદ વચ્ચે આખરે સુપ્રિમ કોર્ટના આદેશ બાદ ગત 20 જુલાઈના રોજ પરિક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત શનિવારે એટલે કે, 20 જુલાઈ 2024ના રોજ કેન્દ્ર અને શહેરવાઈઝ પરિણામ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે NEET UD 2024ના પરિણામમાં કેટલાક પ્રશ્નો ઊભા થયા છે. ફરી એક વખત NEET પરિણામને લઈ ફરી એક વખત ગુજરાત ચર્ચામાં આવ્યું છે. જેમાં અમદાવાદ એટલા માટે ચર્ચામાં છે કે, અહીંયાં ટકાવારી મુજબ 700થી વધુ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓની યાદીમાં પ્રથમ નંબર આવે છે. અમદાવાદની DPS સ્કૂલ કે જ્યાં 676માંથી 12 અને પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ કે જ્યાં 754માંથી 8 વિદ્યાર્થીઓએ 700થી વધુ માર્ક્સ મેળવ્યા છે.
તો આ બાજુ રાજકોટ RK યુનિવર્સિટીની સરખામણીએ આ બન્ને કેન્દ્રોનાં પરિણામ ખૂબ ઊંચાં માનવામાં આવે છે. આજે ચોમાસુ સત્રમાં પાર્લામેન્ટમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને તેમના INDIA ગઠબંધનના સાથી એખિલેશ યાદવે નીટનો મુદ્દો ગજાવ્યો હતો. અમદાવાદના દિલ્હી પબ્લિક સ્કૂલમાં લેવાયેલ NEETની પરીક્ષામાં કુલ 676 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જેમાંથી 12 વિદ્યાર્થીઓએ 700થી વધુ માર્ક્સ મેળવ્યા છે. જ્યારે ચાંદખેડા વિસ્તારમાં આવેલી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં કુલ 754 વિદ્યાર્થીએ પરીક્ષા આપી તેમાંથી 8 વિદ્યાર્થીઓએ 700થી વધુ માર્ક્સ મેળવ્યા છે. તેમજ એસ.પી. રિંગ રોડ પર આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલ કેન્દ્રમાં કુલ 709 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 4 વિદ્યાર્થીઓએ 700થી વધુ માર્ક્સ મેળવ્યા છે. ડ્રાઈવ ઈન રોડ પર આવેલી એશિયા ઈંગ્લિશ સ્કૂલ કેન્દ્રમાં કુલ 757 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાંથી 3 વિદ્યાર્થીઓએ 700થી વધુ માર્ક્સ મેળવ્યા છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી પબ્લિક સ્કૂલમાં 36 વિદ્યાર્થીઓએ 600થી વધુ માર્ક્સ મેળવ્યા છે.