અમદાવાદ- ભારતના સૌથી મોટા અને સૌથી જૂના ટ્રાવેલ અને ટુરિઝમ ફેર (ટીટીએફ) 2018ના અમદાવાદ સમારંભનુ ગુજરાત યુનિવર્સિટી એકઝીબિશન હોલ ખાતે રવિવાર 9 સપ્ટેમ્બરે સમાપન થયું છે. જેમાં 665 એકઝીબિટર્સ અને 27 સ્ટેટ/યુનિયન ટેરીટરીઝના ટુરિઝમ બોર્ડ તથા 23 દેશના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સામેલ થયા હતા તથા તેમણે દેશ-વિદેશમાં ટુરિઝમનાં આકર્ષણો અંગે વિસ્તૃત વિગતો આપી હતી. શનિવારે પ્રતિષ્ઠિત એવોર્ડ તથા સન્માન સમારંભ યોજાયો હતો.
સમાપન સમારંભમાં ટુરીઝમ ક્ષેત્રના અત્યંત આશાસ્પદ એકમોનું બહુમાન પ્રતિષ્ઠિત એવોર્ડઝ વડે કરાયુ હતું.
મિડીયમ પેવેલિયન માટેનો બેસ્ટ ડેકોરેશન એવોર્ડ શ્રીલંકા ટુરિઝમ પ્રમોશન બોર્ડ, નેપાલ ટુરિઝમ, વેસ્ટ બેંગાલ ટુરિઝમ અને જમ્મુ કાશ્મીર ટુરિઝમ પ્રમોશન બોર્ડને એનાયત કરવામાં આવ્યો હતો, જ્યારે ગોવા ટુરિઝમ, ઓડીશા ટુરિઝમ , કર્ણાટકા ટુરિઝમ, રાજસ્થાન ટુરિઝમ, કેરાલા ટુરિઝમ ઉત્તરાખંડ ટુરિઝમ ડેવલપમેન્ટ બોર્ડ અને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડને બીગ પેવેલિયન કેટેગરીમાં ડેકોરેશન નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ એવોર્ડનું વિતરણ રાજીવ અગરવાલ,(એમડી અને સીએફઓ ફેરફેસ્ટ મિડીયા લિમિટેડ),પી. બાલા કિરણ,(આઈએસ, ડિરેકટર કેરાલા ટુરિઝમ) અને તસદુક જીલાની (ડિરેકટર, જમ્મુ અને કાશ્મીર ટુરિઝમ ) દ્વારા કરવામાં આવ્યું હતું.
ટીટીએફ,અમદાવાદ,2018 દ્વારા વિવિધ બિઝનેસ આઈડીયાઝ અને નેટવર્કીંગની તકોના દ્વાર ખોલવામાં આવ્યાં હતાં. આ સમારંભને ટ્રેડ વિઝિટર્સ તરફથી અભૂતપૂર્વ પ્રતિભાવ સાંપડ્યો હતો. પ્રથમ બે દિવસે ટ્રેડના કુલ 6000થી વધુ લોકોએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. સમારંભના આખરી દિવસે પ્રવાસનના ચાહક એવા અમદાવાદના અનેક મુલાકાતીઓ ટીટીએફની મુલાકાતે આવ્યા હતા.
ટીટીએફ અમદાવાદમાં રાજ્યના પ્રવાસન વિભાગો મારફતે જે રાજ્યો સામેલ થયા હતા તેમાં આંદામાન-નિકોબાર, બિહાર, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરાલા, મધ્ય પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, ઓડીશા, રાજસ્થાન, સિક્કીમ, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.
બહેરીન, ચીન, કોરિયા, નેપાળ અને શ્રીલંકા જેવા દેશોએ વિદેશના અદ્દભૂત લોકેશન પ્રદર્શિત કર્યા હતા, જેમાં આઝારબેજાન, ભૂતાન, જર્મની, ઈન્ડોનેશિયા, જાપાન, કઝાખિસ્તાન, મલેશિયા, માલદિવ્ઝ, મોરીશ્યસ, રશિયા, સિંગાપુર, થાઈલેન્ડ, યુએઈ, યુક્રેન, ઉઝબેકીસ્તાન અને વિયેતનામનો સમાવેશ થાય છે.
હોટલ અને રિસોર્ટસ, ટ્રાવેલ એજન્ટસ અને ટુર ઓપરેટર્સ, એરલાઈન્સ, ક્રૂઝ લાઈન્સ, રેલવેઝ, ઓનલાઈન ટ્રાવેલ એજન્સીઓ, ડેસ્ટીનેશન મેનેજમેન્ટ કંપનીઓ, ટ્રાન્સપોર્ટ ઓપરેટરો, ટ્રાવેલ ટેકનોલોજી પ્રોવાઈડર્સ વગેરેએ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આકર્ષક ડીલ અને ડિસ્કાઉન્ટ દ્વારા પ્રદર્શકોએ પ્રવાસીઓને પ્રવાસનના બજેટ ફ્રેન્ડલી વિકલ્પો પૂરાં પાડ્યા હતા.
ટીટીએફ અમદાવાદ પછી તુરત જ તા.14 થી 16 સપ્ટેમ્બર દરમ્યાન ટીટીએફનું સૂરતમાં પંડિત દિનદયાળ ઈનડોર સ્ટેડિયમ ખાતે આયોજન કરાશે. ત્યાર પછી તા.28 થી 30 સપ્ટેમ્બર, પૂનામાં ટીટીએફ યોજાશે. તા.5 થી 7 ઓક્ટોબર દરમ્યાન મુંબઈ ટીટીએફ યોજાશે. 2019માં ફેબ્રુઆરી 8 થી 10 સુધી ચેન્નાઈમાં ટીટીએફ યોજાશે અને ફેબ્રુઆરી 15 થી 17 સુધી બેંગ્લોરમાં ટીટીએફ યોજાશે.