અમદાવાદ રિવરફ્રન્ટ ગાર્ડનની એન્ટ્રી ફી ડબલ, નવો દર લાગુ

અમદાવાદ: અમદાવાદના રિવરફ્રન્ટ પર આવેલા ગાર્ડનમાં હવેથી એન્ટ્રીમાં ફીમાં વધારો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ફીની રકમ ડબલ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે રિવરફ્રન્ટ પર આવેલા ગાર્ડનમાં હવેથી 12 વર્ષથી ઉપરના વ્યક્તિને એન્ટ્રી લેવા માટે 10 રૂપિયાના બદલે 20 રૂપિયા ફીની ચૂકવણી કરવી પડશે અને 12 વર્ષથી નીચેના વ્યક્તિને ગાર્ડનમાં એન્ટ્રી લેવા માટે 5 રૂપિયાના બદલે 10 રૂપિયા ફી ચૂકવવી પડશે.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને પણ અમદાવાદ શહેરના બે ગાર્ડનમાં પણ એન્ટ્રી ફી લેવાની શરૂઆત કરવામાં આવી હતી. શહેરના પશ્ચિમ ભાગમાં સિંધુભવન રોડ પર આવેલા બે ગાર્ડનમાં એન્ટ્રી લેવા માટે ફીની વસૂલવાની શરૂઆત કરવામાં આવી છે. નવા બનેલા મોન્ટે કાર્લો અને સિંધુભવન રોડ પરના ગોટીલા ગાર્ડનમાં એન્ટ્રી માટે મુલાકાતીઓને ફી ચૂકવવી પડે છે. શહેરના આ બંને ગાર્ડનમાં લોકોને એન્ટ્રી લેવા માટે 10 રૂપિયા ચાર્જ ચૂકવવો પડે છે. આ ગાર્ડનમાં સવારે 6થી 10 સુધી એન્ટ્રી લેવામાં આવે તો કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવો પડતો નથી પણ જો કોઈ વ્યક્તિ સવારે 10 વાગ્યા પછી રાત સુધી ગાર્ડનમાં એન્ટ્રી કરે છે તો વ્યક્તિ દીઠ 10 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવે છે. જો કોઈ ગાર્ડનમાં એન્ટ્રી માટે વાર્ષિક પાસ કઢાવે તો AMC તેમને 1 માસનું કન્સેશન પણ આપે છે.