અમદાવાદઃ સ્વાઈન ફ્લૂનો કેર દિવસોદિવસ વધી રહ્યો છે. વાતાવરણમાં વધેલી ઠંડકને લઈને તેને જાણે પવનની પાંખ લાગી હોય તેમ કૂદકેભૂસકે દર્દીઓની સંખ્યામાં વધારો દેખાઈ રહ્યો છે. એપિડેમિક શાખા દ્વારા આજના લેટેસ્ટ આંકડા જોઇએ તો…રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂનો કેર ઓછો થવાનું નામ જ નથી લેતો. ગુજરાતમાં ગઇકાલે સ્વાઇન ફ્લુના 80થી વધુ કેસ નોંધાયા હતા. તેમાં પણ અમદાવાદમાં થોડા સમયમાં સ્વાઇન ફ્લૂનાં કેસોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ હેલ્થ વિભાગે સ્કૂલો માટે એક એડવાઇઝરી જાહેર કરી સ્કૂલોને તાકીદ કરી છે કે તેમની શાળામાં કોઇપણ બાળક બીમાર હોય તો તે શાળાએ આવે નહીં. શાળાતંત્રએ વિદ્યાર્થીઓનાં વાલીઓ સાથે મિટીંગ કરીને આ અંગેની જાણ કરવાની રહેશેઆ સાથે જ ગુજરાતમાં જાન્યુઆરીથી અત્યાર સુધી 1117 વ્યક્તિ સ્વાઇન ફ્લુના સપાટામાં ચડી ચૂકી છે. આ 1117માંથી 541 કેસ છેલ્લા 10 દિવસમાં જ નોંધાયા છે. ગઇકાલે સ્વાઇન ફ્લુને કારણે 1 વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું.
હેલ્થ વિભાગની એડવાઈઝરીમાં એમ પણ જણાવાયું છે કે, સીઝનલ ફ્લૂ સામે પગલાં લેવા એ દેશની સેવા સમાન છે. એટલે શરદી, ખાંસી, તાવ જેવા સામાન્ય લક્ષણો દેખાય તો તાત્કાલિક નિદાન મેળવી લેવું. કોર્પોરેશનની દરેક હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂની ફ્રી દવા અને સારવાર આપવામાં આવે છે