અમદાવાદઃ ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી પાવર ટ્રાન્સમિશન અને રીટેલ વિતરણ કંપની અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (એટીએલ)એ દેશમાં 897 સર્કિટ કિ.મી.ની દેશમાં સૌથી મોટી આંતર-રાજ્ય ટ્રાન્સમિશન લાઈન્સ નાખવાનું કામ પૂરું કર્યું છે. અદાણી ગ્રુપની પેટા-કંપની એટીએલની પેટા-કંપની ઘાતમપુર ટ્રાન્સમિશન લિમિટેડ (જીટીએલ)એ ઉત્તર પ્રદેશમાં આ કામગીરી પૂરી કરી છે.
આ પ્રોજેક્ટને પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ અંતર્ગત હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી 35 વર્ષના સમયગાળાને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાના ગ્રાહકોને ટ્રાન્સમિશન સેવાઓ મળતી રહેશે.