સુરતઃ શહેરમાં ભાજપે ભવ્ય વિજય મેળવતાં 93 બેઠક પર મેળવ્યો છે, પણ આમ આદમી પાર્ટીએ 27 બેઠક મેળવી છે. કોંગ્રેસ હજી સુધી એક પણ બેઠક જીતી નથી શકી. રાજ્યના રાજકારણમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં શાનદાર દેખાવ કરીને સોપો પાડી દીધો છે. આમ આદમી પાર્ટીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પાંચ વોર્ડની ચાર-ચાર મળીને 20 બેઠકો પર જીત મેળવી છે જ્યારે બે વોર્ડમાં ભાજપની પેનલ તોડીને જીત મેળવતાં સુરતમાં આમ આદમી પાર્ટીના 27 ઉમેદવારો જીત્યા છે. આપના વડા અરવિંદ કેજરીવાલે પણ સુરતમાં જીત બદલ ટ્વીટ કરીને અભિનંદન આપ્યા હતા.
આમ આદમી પાર્ટીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલના હોમ ટાઉન સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર 16 અને વોર્ડ મંબર 4 એમ બે વોર્ડમાં શાનદાર જીત અને વોર્ડ નંબર 8માં ભાજપની પેનલ તોડીને એક બેઠક મેળવીને ભાજપને આંચકો આપ્યો છે. વોર્ડ નંબર 16 અને વોર્ડ નંબર 4ની ચાર-ચાર બેઠકો પર ભવ્ય જીત મેળવીને આમ આદમી પાર્ટીએ શાનદાર દેખાવ કર્યો છે.
नई राजनीति की शुरुआत करने के लिए गुजरात के लोगों को दिल से बधाई।
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 23, 2021
સુરતમાં આમ આદમી પાર્ટની શાનદાર જીત બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફોન કરીને ગુજરાત આમ આદમી પાર્ટના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને શુભકામનાઓ આપી છે.