તાપીઃ તાપીના કાટિસકુવા ગામે અંધશ્રદ્ધાના કારણે એક યુવકનું મોત થયું છે. કાટિસકૂવા ગામે રહેતા આ 35 વર્ષીય રાજુભાઈના વ્યક્તિ ભાઈબીજના દિવસે સાંજના સમયે દૂધ ભરવા માટે નજીકના ગામમાં ગયા હતા. તે જ સમયે રાજુભાઈને અચાનક ચક્કર આવી ગયા. આ ઘટના બનતા જ આસપાસના લોકો ગામમાં રહેતી અને ભૂવાની વિધિ કરતી એક મહિલા પાસે આ વ્યક્તિને લઈ ગયા.
આ મહિલાએ મહિલાએ જણાવ્યું હતું કે રાજુભાઈના શરીરમાં શૈતાન ઘૂસી ગયો છે. જેથી તેના શરીરમાંથી શૈતાન કાઢવા લાકડી અને ચપ્પુ વડે માર મારવો પડશે. જેથી તેને પ્રથમ ચપ્પુને ગરમ કરી શરીર પર રાખવામાં આવ્યું હતું. છતાં તેની અંદર ફરક ન પડતાં તને લાકડાના સપાટા મારવામાં આવ્યા હતાં. ત્યારબાદ તેની તબિયત વધુ લથડી હતી. રાજુભાઈ બેભાન અવસ્થામાં આવી ગયા હતા. તેમ છતાં તેને માર મારવાનું ચાલુ રાખ્યું હતું.
બીજા દિવસે શનિવારે 8.00 કલાકે રાજુભાઈ વસાવાને બેભાન અવસ્થામાં એક મંદિરે લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પણ તેને કોઈ ફરક ન પડતાં તેને ફાગવેલ ગામે લઈ જવામાં આવ્યો હતો. જેથી શનિવારના રાત્રે રાજુભાઈ વસાવાના સાસરીપક્ષને જાણ થતાં તેઓ ઉચ્છલ પોલીસ મથકે દોડી આવ્યા હતાં. જેમાં પોલીસે તાંત્રિક મહિલા સહિત 6 લોકો સામે ગુનો દાખલ કર્યો છે.