બાળતસ્કરીમાં ભાજપના નેતાની પોલીસે પૂછપરછ કરી

છોટાઉદેપુરઃ છોટાઉદેપુર જિલ્લાને અડીને આવેલા મધ્યપ્રદેશના અલીરાજપુરમાં નાના બાળકો વેચવાનો ધંધો ચાલતો હોવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ચારની અટકાયત કરી છે. આ બનાવમાં છોટાઉદેપુરના એક ભાજપ કાર્યકરની પૂછપરછ અર્થે પોલીસ લઈ જતાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

મધ્યપ્રદેશના અલીરાજપુરમાં નાના બાળકો વેચવાનો ધંધો ચાલતો હોવાની વાતને લઈ એક દંપતી બાળક લેવાના બહાના હેઠળ શૈલેન્દ્ર રાઠોર પાસે પહોંચ્યું હતું અને રૂા. 1.40 લાખમાં 18 માસના બાળકનો સોદો થયો હતો. જે સંદર્ભે રૂા. 10 હજાર આરોપી શૈલુ રાઠોર લીધા હતા.

આ ભેદ ઉકેલવા માટે અલીરાજપુર પોલીસ અધિક્ષક દ્વારા એક છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં પીએસઆઈ ચંચલા સોનીને દંપતી બનાવી આરોપી શૈલુ રાઠોરના નિવાસસ્થાને મોકલવામાં આવ્યા હતા. જેમાં 18 માસના બાળકનો સોદો રૂા. 1.40 લાખમાં થયો અને રૂા. 10 હજાર આરોપીએ લીધા હતા. થોડા સમય પછી પોલીસે રેઇડ કરતા આરોપી શૈલુ રાઠોરને રંગેહાથે ઝડપી લીધો હતો અને 18 માસનું બાળક પણ મળી આવ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]