મોરબી: ગુજરાતમાં ફરી એક વખત નસીલા પદાર્થની સંગ્રહખોરી કરતો આરોપી પોલીસના હાથે ઝડપાયો હતો. મોરબી શહેરમાં પોલીસે સફળ દારૂની રેડ પાડી છે. એ ડિવિઝન પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે લીલાપર કેનાલ રોડ પર બોરીયાપાટી વિસ્તારમાં આવેલી ભાંડિયાની વાડીમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે બાતમીના આધારે પોલીસે મુકેશભાઈ નકુમના મકાનમાં દરોડો પાડ્યો હતો, જ્યાંથી વિદેશી દારૂની 72 બોટલો મળી આવી હતી. પોલીસે કુલ રૂ. 48,465ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં 30 વર્ષીય મુકેશભાઈ લખમણભાઇ નકુમની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આ દારૂનો જથ્થો તેમને ઈશ્વરભાઈ ઉર્ફે બાલો કરસનભાઈ કંઝારીયા પાસેથી મેળવ્યો હતો, જે વાવડી રોડ પર હદાણીની વાડી વિસ્તારમાં રહે છે. પોલીસે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ફરાર સપ્લાયરની શોધખોળ શરૂ કરી છે.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)